Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વર્તમાન કોરોના કાળમાં અત્યંત જરૂરી છે મેડીકલેઇમ પોલીસી

આપણા દેશના લોકોને સૌથી મોટી ચીંતા બીમાર પડશુ તો શું થશે ? કોઈ મોટી અને ખતરનાક બીમારી લાગુ પડે કે અકસ્માત થાય તો તેના ખર્ચનું શુ કરશુ આજે કોઈપણ બીમારીની સારવાર કરાવવી ખુબ મોંઘી છે. બીમારીનો શિકાર બનતા લોકો એટલી તાણ નથી અનુભવતા જેટલી તેની સારવાર પર થતા ખર્ચા વિશે વિચારવાથી અનુભવે છે. આ તાણનો સામનો કરવા માટેની શ્રેષ્ઠ રીત છે હેલ્થ ઈન્સ્યોરન્સ ઉતરાવવો. હેલ્થ ઈન્સ્યોરન્સ ખુબ જરૂરી છે, કારણકે બીમારીઓ તમને ગમે ત્યારે ઘેરી શકે છે અને તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો સમય આવી શકે છે. જો તમે હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવ્યો છે તો તમે કોઈપણ ખર્ચ વિના કોષ્ઠ અને અતિ આધુનીક હોસ્પિટલમાં કોઈપણ ટેન્શન રાખ્યા વિના સારવાર કરાવી શકશો.

 

 હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રકારોઃ

 

   વિભિન્ન સરકારી અને બિન સરકારી કંપનીઓએ વિવિધ પ્રકારના હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન રજુ કર્યા છે, જેમાં મુખ્ય છે.

 

કેશલેસ પ્લાનઃ આ પ્લાન અંતર્ગત વીમાકૃત વ્યકિતએ હોસ્પિટલમાં દાખલ થવામા એક પણ પૈસો ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. સારવાર દરમ્યાન થતો તમામ ખર્ચ વીમા કંપની ઉઠાવે છે. તે માટે વીમા કંપની વિવિધ હોસ્પિટલો સાથે કરારબઘ્ધ હોય છે. તમારે માત્ર ત્યાં જઈને તમારુ મેડીકલ કાર્ડ રજુ કરવાનું હોય છે. કેટલીક કંપનીઓ પ્રી હોસ્પિટલાઈઝેશન અને પોસ્ટ હોસ્પિટલાઈઝેશનનો ખર્ચ પણ ઉઠાવે છે. એક વાતનું ઘ્યાન અવશ્ય રાખવુ જોઈએ અને તે છે કે પોલીસીના નિયમાનુસાર હોસ્પિટલના રૂમના ભાડાની એક મર્યાદા હોય છે. જો તમે આ મર્યાદા ઓળંગશો તો  તમારે વધારાનું ભાડુ ચુકવવુ પડશે.

 

 રિઈબર્સમેન્ટ પ્લાનઃ આ પ્લાનમાં વીમાધારક વ્યકિત ઈલાજ માટે પોતાના પૈસા ખર્ચે છે, જે પાછળથી બીલ રજુ કરીને પોલીસીના નિયમાનુસારે આંશિક કપાત સાથે પરત મળી જાય છે. હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનમાં તમામ ગંભીર બીમારીની સારવાર હોસ્પિટલમાં દાખલ થતા ખર્ચ કવર કરવામા આવે છે. પરંતુ . મોટાભાગના હેલ્થ પ્લાનમાં ડીલીવરી દરમ્યાન થતો ખર્ચ, દાંતની સારવાર, એવી બીમારી જેમાં તમે પ્લાન લેતા પહેલા સપડાયા હતા, ચશ્મા અથવા કોન્ટેકટ લેન્સ બનાવવાનો ખર્ચ, ડે કેર ટ્રીટમેન્ટ અથવા તે પ્રકારનો ઈલાજ જેના માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેતી નથી વગેરે કવર કરવામા આવતા નથી.  આ સંદર્ભે દરેક કંપનીના અલગ અલગ નિયમ હોય છે. ગંભીર બીમારીઓ વિશે જે નિયમ છે તેને સારી રીતે સમજી લો, કારણકે વર્ષો સુધી ગંભીર બીમારીઓને કવર નથી કરતી અને થોડાક વર્ષ પછી કવર કરે છે. આ નાની નાની બાબતોને શરૂઆતથી જ સમજી લો. કેટલીક કંપનીઓ ડે કેર ટ્રીટમેન્ટ એટલે કે,ડોકટરનો ફી કન્સલ્ટેશન પ્લાન પણ ઓફર કરી રહી છે. આ રીતે એક નિશ્ચિત સમયમર્યાદા પછી ઘણા પ્લાન ડિલિવરીના અમુક ટકા સુધીનો ખર્ચ ઉઠાવે છે. પ્રીએગ્જિસ્ટિંગ ડિસીસ પણ કેટલીક કંપનીઓ પોતાના પ્લાનમાં કવર કરી રહી છે, પણ જો કોઈ કંપની આટલી સુવિધાઓ આપી રહી હોય તો તે પોતાનો લાભ જોઈ રહી હશે. ઘણીવાર આ પ્રકારના પ્લાન સાથે અથવા તો કેટલાક નિયમ અને શરતોને જોડી દેવામા આવે છે અથવા તો પછી તેનું પ્રીમીયમ વધારે હોય છે. કેશલેસ પ્લાનની સ્થિતિમાં જો તમારે કટોકટીની સ્થિતિમાં કોઈ એવી હોસ્પિટલમાં દાખલ થવુ પડે જે તમારા પ્લાનમાં દર્શાવેલી ન હોય તેમ છતા પણ તમે ખર્ચેલા પૈસા પરત મેળવી શકશો, પરંતુ શરત એ છે કે તમારે કંપનીને આ બાબતે તરત જ માહિતી આપવી પડશે અને કંપની દ્વારા નિર્ધારીત સમયમર્યાદામાં કલેમ પણ કરવો પડશે.

 

 કૂલિંગ પીરિયડ એટલે શું?

 

કૂલિંગ પીરિયડ એવો સમય છે, જે સમય દરમ્યાન તમારો વીમો અમલી નથી હોતો. આ હેલ્થ પ્લાન લીધાના ૩૦ દિવસથી ૭ મહિના સુધીનો હોય છે. માની લો કે આજે તમે હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવ્યો છે અને બીજા જ દિવસે તમે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા.

 

 તો આ સ્થિતિમાં તમારા પર વીમો નહીં લાગુ થાય. એક નિશ્ચિત સમય પછી જ તમે ઈન્સ્યોરન્સ કલેમ કરી શકો છો. હા, કેટલીક - ગંભીર બીમારી, એકિસડન્ટ વગેરેની સ્થિતિમાં આ ફૂલિંગ પીરિયડ પૂરો થયા પછી જો તમે કોઈ સર્જરી કરાવી હોય તો તેનો કલેમ આપતા પહેલા કંપનીના નિષ્ણાતોની ટીમ આ વાતની સંપૂર્ણ તપાસ કરશે કે કયાંક આ બીમારી અગાઉથી તો નહોતી ને.

 

હેલ્થ ઈન્સ્યોરન્સ કેમ જરૂરી છે

 

જો તમે સામાન્ય જીવન વીમા પોલીસી લો છો તો તેમાં ''એડ એન્ડ રાઈડર્સ'' દ્રારા તમને હેલ્થ ઈન્સ્યોરન્સનો લાભ તો મળે છે પરંતુ તે માટે તમારે ન માત્ર વધારાનું પ્રીમીયમ આપવુ પડે છે પણ આવા પ્લાનમાં માત્ર ૬-૭ બીમારી જ આવરી લેવામા આવે છે. એકિસડન્ટ કવર નથી થતો. જ્યારે અલગથી હેલ્થ પ્લાન લેવામા નાની મોટી અનેક બીમારીઓ કવર થાય છે. તેની સાથે આ પ્લાનમાં આપવામા આવેલી તમારી રકમને વિભિન્ન ફંડસમાં ઈન્વેસ્ટ કરીને ફંડ બિલ્ડીંગ કરવામા આવે છે. જેથી તમારી રકમમાં વધારો થાય. માની લો કે તમે ૧૦ વર્ષ માટે પ લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવ્યો છે. શકય છે કે આ પ લાખ ૧૦ વર્ષ સુધી તમારી સારવાર માટે પૂરતા ન હોય, પરંતુ સમયની સાથે સારવાર ખર્ચ મોંઘો થવાના કારણે તમારે રૂ.૭ લાખનો ખર્ચ કરવો પડે તો આ પરિસ્થિતિમાં તમારા પ્લાનમાંથી ઈન્વેસ્ટ કરવામા આવેલી રકમ પર મળેલા નફા અને વ્યાજમાંથી તમારો આ ખર્ચ પૂરો થઈ શકે છે.

 

અલગ અલગ વ્યકિતદીઠ હેલ્થ પ્લાન લેવા કરતા વધારે સારુ એ રહેશે કે સામૂહિક ફેમીલી પ્લાન લેવો. આ પ્રકારના પ્લાનમાં તમને ઓછા પ્રીમીયમમાં વધારે લાભ મળે છે.તાજેતરમાં  જ કોરોના કાળમાં ઘણા બધા પરીવારોએ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. (૪૦.૫)

 

  • પ્લાન લેતા પહેલા મહત્વની વાતો

 

 કોઈપણ કંપનીનો એજન્ટ તમને જ્યારે હેલ્થ પ્લાન વિશે માહિતી આપે ત્યારે તે તમને માત્ર તેના સારા પાસા જ જણાવશે. કેટલીક એવી પણ વાતો હોય છે જેને જાણવી તમારા માટે ખુબ જ જરૂરી છે, જેમકેઃ

 

.  પ્લાન લેતી વખતે તેના તમામ ફીચર્સ ઘ્યાનથી વાંચો અને સમજો. ફોર્મમાં આપવામા આવેલી ફાઈન પ્રિન્ટસનો પણ અભ્યાસ કરો અને પોલીસીમાં કઈ કઈ બાબતો સામેલ નથી, તે જાણી લો.

 

 .  કોઈપણ હેલ્થ પ્લાન માત્ર એટલા માટે ન લો કે તેનું પ્રીમીયમ ઓછુ છે. આ પ્રકારના પ્લાનમાં કયારેક કેટલીક બીમારી અને મેડિકલ ખર્ચ કવર નથી થતા. જેના વિશેઃસમય પર જ જાણ થઈ શકે છે.

 

 .   કોઈપણ કંપનીનો પ્લાન લેતા પહેલા વિભિન્ન કંપનીઓનો તુલનાત્મક અભ્યાસ કરી લો. માત્ર વાતોમાં આવીને અથવા કંપનીના નામથી પ્રભાવિત ન થશો. 

 

 .  હેલ્થ પ્લાન લેતા પહેલા ઉમર, મુદત અને કવર- આ ત્રણ બાબતોનું ઘ્યાન રાખવુ જરૂરી છે. તમારી ઉમર જેટલી ઓછી હશે, તમારુ પ્રીમીયમ એટલુ જ ઓછુ રહેશે. બીજી બાબત એ કે ટર્મ એટલે કે હેલ્થ પ્લાન કેટલા સમયનો છે. દરેક સમયે એક ટર્મ પૂરી થતા તમારે પોલીસી રિન્યુ કરાવવી પડે છે. આ સમયે તમારે વધારે પ્રીમીયમ ચુકવવુ પડશે. ઉપરાંત જો તમને કોઈ ગંભીર બીમારી થઈ તો કંપની પોલીસી રિન્યુ કરતા સમયે આ વાતનું પણ ધ્યાન રાખશે અને તે મુજબનું પ્રીમીયમ લેશે. ત્રીજી બાબત છે કવર એટલે કે તમારો હેલ્થ પ્લાન કઈ કઈ બાબતો કવર કરી રહયો છે. આ વાતમાં પ્રી હોસ્પિટલાઈઝેશન, પોસ્ટ હોસ્પિટલાઈઝેશન, દવાઓના બીલ, પેથોલોજીનો ખર્ચ, ડોકટરની કન્સલ્ટેશન કી, એમ્બ્યુલન્સની સગવડ વગેરેનો સમાવેશ થાય છે.

 

.  કેશલેસ પોલિસી લેતા પહેલા સુનિશ્ચિત કરી લો કે કંપનીની પેનલમાં તમારા રહેઠાણની આજુબાજુની હોસ્પિટલ પણ સામેલ છે કે નહીં, જેથી ઈમરજન્સી દરમ્યાન તમારે આમ તેમ રખડવુ ન પડે.

 

 .  હેલ્થ ઈન્સ્યોરન્સ આપનાર મુખ્ય કંપનીઓમાં સરકારી ક્ષેત્રની ૪ કંપનીઓ છે. નેશનલ ઈન્સ્યોરન્સ કંપની, ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપની અને યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપની. જ્યારે ખાનગી ક્ષેત્રની પણ અનેક કંપનીઓ હેલ્થ ઈન્સ્યોરન્સ આપી રહી છે, જેવી કે  બજાજ આલિયાંસ, ભારતી હેલ્થ કેર, રિલાયન્સ, સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ વિગેરે.

 

ચેતન મજીઠીયા

 

હેલ્થ ઇન્સ્યોરન્સ એડવાઇઝર

 

મજીઠીયા એસોસીએટસ

 

ભવાની ચેમ્બર્સ, બીજા માળે,

 

ઢેબર રોડ, રાજકોટ

મો.૯૮૨૪૪ ૪૪૬૦૫

 

(2:49 pm IST)