Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રામનાથપરામાંથી રીઢો ચીલ ઝડપકાર સુરેશ ઉર્ફે સુનીલ ઉર્ફે ચોટો ઝડપાયો

એ-ડીવીઝન પોલીસે ચોરાઉ બાઇક સાથે દબોચ્યો : સુરેશ ઉર્ફે ચોટો ૧૧ ચીલઝડપમાં સામેલ

રાજકોટ, તા. ર૭ :  રામનાથપરા જુની જેલ પાસેથી નામચીન ચીલઝડપકાર શકિત ઉર્ફે ટબુડીને પકડયા બાદ એ-ડીવીઝન પોલીસે તેના સાગરીતને રામનાથપરા સ્મશાન પાસેથી ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ રામનાથપરા જુની જેલ પાસેથી એ-ડીવીઝન પોલીસે નામચીન ચીલઝપડ કાર શકિત ઉફેૃ ટબુડી વિનુભાઇ સોલંકી (ઉ.વ.૩૬) (રહે. મનહરપરા શેરી નં. ૮ રાજમોતી મીલ પાસે) ને ત્રણ દિવસ પહેલા પકડી લઇ રૂ. ૪૪૦૦૦ નો સોનાનો ચેઇન અને એક બાઇક કબ્જે કર્યા હતા તેની પુછપરછ દરમ્યાન ભાવનગર રોડ મનહરપરા સોસાયટી શેરી નં. ૭/૮ માં રહેતો સુરેશ ઉર્ફે સુનીલ ઉર્ફે ચોટો હરીભાઇ બાબરીયા (ઉ.વ.૩પ) પણ ચીલઝડપના ગુનામાં સામેલ હોવાની કબુલાત આપતા એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. સી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એમ. ભટ્ટ, એ.એસ. આઇ. બી.વી. ગોહીલ તથા એચ.આર. ચાનીયા, હેડ કોન્સ. વી.ડી. ઝાલા, કે.એસ. ઝાલા, કોન્સ. મૌલીકભાઇ સાવલીયા, મેરૂભા ઝાલા, રામભાઇ આહીર હરપાલસિંહ જાડેજા, સાગરધનભાઇ તથા જયરાજભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઇ. હારૂનભાઇ, હરપાલસિંહ સાગરદાનભાઇ તથા જયરાજભાઇને મળેલી બાતમીના આધારે, સુરેશ ઉર્ફે સુનીલ ઉર્ફે ચોટાને રામનાથપરા સ્મશાન પાસેથી પકડી લઇ  જી.જે. ૩ જે. એસ. ૪૬૧ નંબરનું ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. તેણે આ બાઇક કોટડા સાંગાણીમાંથી ચોર્યાની કબુલાત આપી હતી તે અગાઉ ૧૧ ચીલઝડપના ગુનામાં ભકિતનગર, યુનિવર્સિટી અને થોરાળા પોલીસ મથકમાં પકડાઇ ચુકયો છે. 

(3:40 pm IST)