Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

પૂર્વ મંત્રી નરોતમભાઇ પટેલનાં પુસ્તક 'અંતરના ઝરૂખેથી'નો રાજકોટમાં વિતરણ સમારંભ

રાજકોટ : ભાજપા સરકારનાં પૂર્વ કેબીનેટ મંત્રી નરોતમભાઈ પટેલ દ્વારા લીખીત અંતરનાં ઝરુખેથી પુસ્તક વિતરણનો કાર્યક્રમ શહેરનાં પારસ હોલ ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ, ઉદય કાનગડ, મેયર પ્રદીપ ડવ, સૌરાષ્ટ્ર–કચ્છ ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ગૌ સેવા આયોગ ચેરમેન, ડો.વલ્લભભાઈ કથીરીયા, ધારાસભ્ય, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટે. કમિટી ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા સહિતનાં સાથે કાર્યકર્તાઓ બહોળી  સંખ્યામાં ઉપસ્થિતિ રહયા હતા. આ કાર્યક્રમનું  સંચાલન નૈષદ ભટ્ટે કર્યુ હતુ. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે, ડો.વલ્લભભાઇ કથીરીયા, ઉદયભાઇ કાનગડે પુસ્તકના જુદા જુદા પાસાનું વર્ણન કર્યું હતું.

(3:44 pm IST)