Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી પ્રકરણમાં જવાબદારો સામે પગલા ભરોઃ NSUI

કુલપતિ અને તપાસ સમિતિને ઉગ્ર રજૂઆત કરતા એનએસયુઆઈના કાર્યકરો

રાજકોટ, તા. ૨૭ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત માટી પ્રકરણમાં જવાબદારો સામે પગલા ભરવા એનએસયુઆઈએ આજે કુલપતિ પેથાણી અને સત્યશોધક સમિતિને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે.

એનએસયુઆઈએ આવેદનમાં જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા નેકના ઈન્સ્પેકશન સંદર્ભ મંજુર કરેલા રૂ. ૯૭ના વિવાદાસ્પદ બિલોમાં માટી કૌભાંડ મુદ્દે તપાસ સમિતીની રચવા કરવામાં આવી હતી. તપાસ કમીટીએ તપાસ હજુ કરી નથી કે રીપોર્ટ સુપ્રત કર્યા નથી એ પહેલા આ જતીન સોનીએ તબિયત અને પારિવારીક કારણોસર રાજીનામુ ધરી દીધું છે અને યુનિ.ના સત્તાધિશોએ મંજુર પણ કરી દીધું તે દુઃખદ બાબત છે. ભૂતકાળની જેમ તમામ કૌભાંડોમાં તપાસ સમીતીના નામે દોષિતોને છાવરવાનું કામ ફરી સત્તાધિશોએ દેખાડી દીધું તે વિદ્યાર્થી જગત માટે શરમજનક બાબત છે. જ્યારે યુનિ.ના કુલપતિશ્રી એક તરફ એવુ કહેતા હોય તપાસ સંપૂર્ણ પારદર્શક થશે અને જવાબદારો સામે કાયદાકીય યોગ્ય કાર્યવાહી કરીશું તો ચાલુ તપાસ કેમ રાજીનામાનો સ્વીકાર્ય કર્યો. કયાંક આ સમિતિનો રીપોર્ટમાં કુલપતિ અને ઉપકુલપતિ નામ પણ સંડોવાયેલ હોય અને પોતે પોતાને સ્વબચાવ માટે આ ખેલ નથી પાડયો ને તે મોટા સવાલ છે.

તપાસ સમિતીની મીટીંગ પણ એનએસયુઆઈ એ આ મામલે તટસ્થ અને પારદર્શક રીપોર્ટ સુપ્રત કરવાની માંગ કરી હતી.

રજૂઆતમાં એનએસયુઆઈના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત, ઉપપ્રમુખ મોહીલ ડવ, પ્રદેશમંત્રી મીત પટેલ, યુથ કોંગ્રેસના મૌલેશ મકવાણા, હર્ષ આશર, પાર્થ બગડા, ઓમ પટેલ, રાજ જાવીયા, ધ્રુમીલ રાઠોડ સહિત જોડાયા હતા.

(3:46 pm IST)