Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

શિવશકિત સ્કુલમાં વેકિશન સ્થળે માથાકુટઃ મ.ન.પા.ની વિજીલન્સ પોલીસ દોડી

આજે ૨૫ સેશન સાઇટ પર રસીકરણની વ્યવસ્થા કરાઇ હતીઃ ૭ હજાર ડોઝનો જથ્થો આવ્યો હતોઃ બપોર સુધીમાં ૬૦૪૪ લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટ,તા.૨૭:  મ.ન.પા.ને વેકિસશનનાં ડોઝ પુરતા પ્રમાણમાં નહિ મળતા આજે અનેક  કેન્દ્રો પર ઘસારો   જોવા મળ્યો હતો અને યુનિવર્સિટી રોડ પર શિવ શકિત પ્રા.શાળામાં વેકિશનેશન સેન્ટર પર માથાકુટ થતા મ.ન.પા વિજીલન્સ પોલીસ દોડી ગઇ હતી.

આ અંગે સતાવાર પ્રાપ્ત માહિતી મુજબ  શહેરનાં યુનિવર્સિટી રોડ પરની શિવ શકિત પ્રા.શાળામાં આવેલ વેકિનેશન સ્થળ પર આજે વ્હેલી સવારથી લોકોની લાઇનો લાગી હતી આ દરમિયાન અમુક લોકો લાઇનમાં વચ્ચે ઘુસતા દેકારો બોલી ગયો હતો અને માથાકુટ થતા મ.ન.પા.ની વીજીલન્સ પોલીસ ઘટના સ્થળે  દોડી ગઇ મામલે થાળે પાડયો હતો.  

 શહેરનાં ૨૫ સેશનસાઇટપર બપોર ૧ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ૩૯૨૮ અને ૪૫ વર્ષ થી મોટી ઉમંરના કુલ ૨૧૧૬ સહિત કુલ ૬૦૪૪ નાગરિકોએ રસી લીધી હતી.

(3:48 pm IST)