Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રેલનગર-(ર)ના સાર્વજનિક પ્લોટમાં દબાણ દુર કરાવો

સોસાયટીનાં હોદેદારો દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ર૭ :.. શહેરનાં વોર્ડ નં. ૩ માં આવેલ રેલનગર-ર સોસાયટીનાં સાર્વજનિક પ્લોટમાં છાપરા સહિતનાં ગેરકાયદે દબાણો દુર કરવા સોસાયટીનાં હોદેદારોએ મ્યુ. કમિશનરને રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવાયુ છે કે સોસાયટી પાસે વીર હમીરજી ચોકથી રેલ્વે પાટા તરફ જતાં રસ્તા પર સોસાયટીનાં સાર્વજનિક પ્લોટમાં છાપરાનું ગેરકાયદે દબાણ થઇ ગયું છે. જેમાં કેટલાક લોકો ભેગા થતા હોઇ રહેવાસીઓની સુલેહ શાંતિનો ભંગ થતો હોઇ આ દબાણ દુર કરાવી ત્યાં વિકાસ કામ કરાવવા માંગ ઉઠાવાઇ છે. 

(4:07 pm IST)