Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કાયદા ભવન દ્વારા કારગીલ વિજય દિનની ઉજવણી

 રાજકોટ : ૨૬મી જુલાઈ - કારગીલ વિજય દિન નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાયદા ભવન અને લીગલ રીસર્ચ ફાઉન્ડેશન તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આયોજીત કાર્યક્રમમાં કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ ભારત માતાના વીર સપૂતોને વિરોચીત અંજલી આપવામાં આવી હતી. પૂર્વ કુલપતિ પ્રો. કમલેશ જોષીપુરાની ઉપસ્થિતિમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ કારગીલ વિજયોત્સવ, શહીદોને અંજલી, વીરગાથા સહિતના સૂત્રો સાથે તૈયારી કરેલ પ્લેકાર્ડ્ઝ સાથે શહીદોને વિરોચીત અંજલી આપેલ. પ્રો.કમલેશ જોષીપુરાએ આ પ્રસંગે કારગીલ વિજય ગાથા વર્ણવી અને યુવાનોને એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા તથા દેશ સેવા અર્થે પ્રતિજ્ઞા લેવડાવેલ. પ્રારંભે કાયદા ભવનના અધ્યક્ષ ડો.આનંદ ચૌહાણે સુંદર શૈલીમાં કારગીલ વિજય સાથે સંકળાયેલ ઘટનાઓનું દૃશ્ય - શ્રાવ્ય ચિત્રો સાથે વિગતો આપી હતી.

(4:09 pm IST)