Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

નવા ભેળવાયેલા મોટા મવા-મુંજકા-ઘંટેશ્વર અને માધાપરમાં વિકાસ કામોનો ધમધમાટ થશે

ઝોનલ કોન્ટ્રાકટરોની દરખાસ્તઃ કાલે યોજાનાર સ્ટેન્ડીંગ કમીટીમાં પાણી-રસ્તા-ગટર-ટેન્કર-મેશનરી કામો માટે અપાશે કોન્ટ્રાકટોઃ બહુમાળી બિલ્ડીંગો-આવાસ યોજનાઓમાં ૭ાા ાલખમાં ૮ ઇંચનું સામુહીક નળ કનેકશન અપાશેઃ કુલ ૪૮ દરખાસ્તો અંગે ચેરમેન ઉદય કાનગડનાં અધ્યક્ષ સ્થાને મળનાર બેઠકમાં લેવાશે નિર્ણયો

રાજકોટ, તા,.૨૭: શહેરમાં નવા ભેળવાયેલા મોટામૌવા, મુંઝકા, ઘંટેશ્વર અને માધાપરમાં હવે આગામી બે-ત્રણ અઠવાડીયા બાદ રસ્તા, પાણી, ગટર, ટેન્કર મેશનરી સહીતનાં વિકાસકામોનો ધમધમાટ શરૂ થશે. કેમ કે આવતીકાલે તા.ર૮ને શુક્રવારે યોજાનાર સ્ટેન્ડીંગ કમીટીમાં આ તમામ નવા વિસ્તારોનાં વિકાસકામો શરૂ કરાવવાનાં ઝોનલ કોન્ટ્રાકટરો આપવાની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.

આવતીકાલે સવારે ચેરમેન ઉદયભાઇ કાનગડનાં અધ્યક્ષ સ્થાને મળનારી આ બેઠકમાં મોટામવા, મુંઝકા, ઘંટેશ્વર, માધાપર વગેરે ગામોમાં રસ્તા કામો ૩૧ થી ૯ ટકા ઓછા ભાવે મેશનરી કામો ૮ થી ૧૭ ટકા ઓછા ભાવે ડ્રેનેજના કામો ઓપરેશન અને મેઇન્ેનન્સ સાથે ૧પ ટકા ઓછા ભાવે આપવા તેમજ વાલ્વ ઓપરેટીંગ, વોટર વર્કસ રીપેરીંગ, ટેન્કરથી પાણી વિતરણ વગેરેનાં ઝોનલ કોન્ટ્રાકટો મંજુર કરવાની દરખાસ્તો છે.

૮ ઇંચના નળ કનેકશનનો ચાર્જ નિયત થશે

હાલ રાજકોટ શહેરની હદમાં વધારો થયેલ છે અને નવા વિસ્તારો વિકાસશીલ છે. જયારે બહુમાળી ઇમારતોનું નિર્માણ થઇ રહેલ છે જેથી ઇમારતોમાં ૬ થી મોટી સાઇઝના કનેકશનનો આપવાના થાય છે અને હાલ રાજકોટ મહાનગર પાલીકા દ્વારા વોર્ડ નં. ૩ માં રેલનગર વિસ્તારમા઼ બહુમાળી ઇમારતોના આવાસોનું નિર્માણ પામેલ છે અને ત્યાં ૮ ઇંચ (ર૦૦ એમએમ) ડાયાના નળ કનેકશનનાં મંજુર કરવાના થતા દર નિયત કરી ચાર્જીસ જમા કરાવેલ છે ઉકત ૮ ઇંચ (ર૦૦ એમએમ) ડાયાના નળ કનેકશન માટે રસ્તા ખોદાણ ચાર્જ રૂ. ૧૦૦૦ તથા વહીવટી ચાર્જના રૂ. ૭,પ૦,૦૦૦ તથા ડીપોઝીટ ચાર્જ  રૂ. ૩,૭પ,૦૦૦ અંગે આવતીકાલે સ્ટેન્ડીંગમાં નિર્ણય કરવામાં આવશે.

રૈયા રોડ-ઢેબર રોડ ૬૦ લાખના ખર્ચે ટનાટન થશે

શહેરના રૈયા રોડ પર રૈયા ચોકથી આમ્રપાલી ફાટક સુધી તથા કોર્પોરેશન ચોકથી નાગરીક બેંક ચોક સુધી, ઢેબર રોડ પર ૬૦ લાખના ખર્ચે નવા ફલાવર બેડ ટાઇપના રોડ ડિવાઇડર બ્લોક ફિટ કરી રોડ ટનાટન બનાવાશે.

જુના સ્ક્રેપ વાહનોમાં ૪૦.ર૦ લાખની આવક

મ્યુ. કોર્પોરેશનના જે વાહનો ૧૦ વર્ષથી વધુ અને ર લાખ કિ.મી. ચાલેલા હોય તેવા સ્ક્રેપ વાહનો ઇ-હરરાજી કરવામાં આવતા ડમ્પર, લીડરવાન, ઇનોવા, મોબાઇલ વાન લાઇબ્રેરી, મોબાઇલ ટોઇલેટ સહીતના પ૭ પૈકી ૪૭ વાહનો વેચાતા તંત્રને રૂ. ૪૦.ર૦ લાખની આવક થવા પામી છે.

આ ઉપરાંત ત્રિમાસીક ઓડીટ રિપોર્ટમાં ૧ એપ્રિલથી ૩૦ જુન સુધીમાં રૂ. ૧૩.૧૧ લાખનું ઓવર પેમેન્ટ તથા ર૦ હજારનું અન્ડર પેમેન્ટ અટકાવવામાં આવ્યું હતું. તેમજ સિનીયર કલાર્ક અંગેની જગ્યામાં બઢતીની લાયકાતમાં સુધારો કરવા વોર્ડ નં. ૧૮માં માલધારી ફાટક વિસ્તારમા઼ મેટલીંગ કરવા સહીતની ૪૮ દરખાસ્તો અંગે કાલે મળનારી સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.

(2:50 pm IST)