Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

દુકાન, હોટલ અને શોરૂમ રાત્રે ખુલ્લા રાખી જાહેરનામાનો ભંગ કરનારા વેપારી સહિત ૩૧ દંડાયા

રાજકોટ,તા. ૨૭: શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇ કાલે અલગ અલગ વિસ્તારોમાં દુકાન, હોટલ તથા શોરૂમમાં ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારીઓ સહિત ૩૧ લોકોની ધરપકડ કરી હતી.

એ ડીવીઝન પોલીસે ગોંડલ રોડ વિજય પ્લોટમાં ક્રિષ્ના ડીલકસ નામની પાનની દુકાન રાત્રે ખુલ્લી રાખનાર હિતેષ બાબુભાઇ સગપરીયા, હરીહર ચોકમાં ,પુજા કોમ્પ્લેક્ષ પાસેથી ડી.એમ. ઓટો દુકાન ખુલ્લી રાખનાર દીનેશ માવજીભાઇ પરમાર, કનક રોડ ફાયરબ્રિગેડસામે પાનની દુકાન ખુલ્લી રાખનાર નિલેશ લાલુભાઇ આસનાણી, બંગડી બજારમાં ભગવતી સેલ્સ નામની હોઝીયરી દુકાન ખુલ્લી રાખનાર નરેશ કેશુભાઇ ધુમનાણી તથા બી ડીવીઝ પોલીસે શીવવિહાર સોસાયટી પાસેથી ધર્મેશ નાનુભાઇ રાઠોડ, ભગવતીપરા પોલીસ ચોકી પાસેથી રીક્ષા ચાલક મેરા બુટાભાઇ પરમાર, રીક્ષા ચાલક ગુલાબ અહંમદ નુરમહંમદભાઇ રાઠોડ, તથા થોરાળા પોલીસે આંબડેકરનગર શેરી નં. ૮માંથી ખેંગાર ગોવિંદભાઇ વધેરા, રાજારામ સોસાયટી શેરી નં.૩માંથી જીજ્ઞેશ કાંતીભાઇ, વિધાબેન શૈલેષભાઇ મોલીયા, તથા ભકિતનગર પોલીસે ગુંદાવાડી શેરી નં. ૨૦માંથી મુળજી ભાણાભાઇ વસોયા, તથા માલવીયાનગર પોલીસે વિનય સોસાયટી પાસેથી મયુર નરેન્દ્રભાઇ સીસાંગીયા લક્ષ્મીનગર મેઇન રોડ પરથી દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર રાજુ મેરામણભાઇ નંદાણીયા, બાલાજી હોલ પાસે બોમ્બે ચોપાટી આઇસ્ક્રીમ દુકાન ખુલ્લી રાખનાર રમેશ જગદીશભાઇ જાટ, તથા પ્રનગર પોલીસે યાજ્ઞીક રોડ પરથી બાઇક ચાલક આશીફ સાકીરભાઇ બાબી, મોટી ટાંકી ચોક પાસેથી બાઇક ચાલક રાજેશ ધનજીભાઇ ધકાણ, કસ્તુરબા રોડ પરથી બાઇક ચાલક નરેશ કિશોરભાઇ ધાવરી, જંકશન રેલવે સ્ટેશન પાસેથી રીક્ષાચાલક આદમ ઇસાકભાઇ જુણામ, સદર પોલીસ ચોકી પાસેથી રીક્ષાચાલક મેહુલ રામભાઇ પરમાર, કસ્તુરબા માર્ગ પરથી રીક્ષા ચાલક એઝાઝ ફિરોઝભાઇ સંધાર, તથા ગાંધીગ્રામ પોલીસે ગૌતમનગર શેરી નં.૫માંથી કલ્પેશ મનસુખભાઇ ચાવડા, રૈયા ચોકડી પાસેથી રીક્ષાચાલક રમેશ બાબુભાઇ ડેંગળા, રીક્ષાચાલક હિતેશ જેન્તીભાઇ આણેવાડીયા, એસ.કે.ચોક પાસે રીક્ષા ચાલક દિનેશ રામસંગભાઇ સોલંકી, ભાવેશ બાબુભાઇ ટોળીયા, તથા તાલુકા પોલીસે મવડી બાયપાસ રોડ પર ખોડલ પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર ખોડા રમેશભાઇ કોઠીયા, દોઢ સો ફુટ રોડ પર આશ્રય ગ્રીન એપાર્ટમેન્ટ પાસેથી જયોતીબેન નરેન્દ્રભાઇ પંચાસરા, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે શુભમ ડિલકસ પાનની દુકાન બહાર ગ્રાહક એકઠા કરનાર બાબુભાઇ પેથાભાઇ ટોપટા, તથા યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલમાં શ્રી બાલાજી પોપકોન નામની દુકાન પાસે ગ્રાહકો એકઠા કરનાર જીજ્ઞેશ ભવાનભાઇ મારવીયા તથા વુડલેન્ડ શો રૂમમાં ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર કર્મચારી જીજ્ઞેશ ઉર્ફે જીતેન્દ્ર દિનેશભાઇ વાળા અને યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોક પાસે હરચોલે કોમ્પ્લેકસમાં સાથના પાંઉભાજી નામની દુકાન ખુલ્લી રાખનાર ધર્મેન્દ્ર, કેશવજીભાઇ ગડારાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:53 pm IST)