Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સંજયનગર પાસે રીક્ષામાં દારૂની ૯૦ બોટલ સાથે વિક્રમ ઉર્ફે ટકો અને કરણ પકડાયા

રાજકોટ, તા. ર૭ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રાવલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ.એલ. રાઠોડની સૂચનાથી થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એલ. બારસીયા, હેડ કોન્સ. ભુપતભાઇ, આનંદભાઇ, નરસંગભાઇ, કનુભાઇ, વિજયભાઇ, જયદીપભાઇ, સહદેવસિંહ અને રમેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે કોન્સ. વિજયભાઇ, જયદીપભાઇ અને રમેશભાઇને મળેલી બાતમીના આધારે દૂધની ડેરી પાછળ સંજયનગર પાસે દરોડો પાડી જીજે-૬-વીવી-૩૪૭૬ નંબરની રીક્ષામાંથી દારૂની ૯૦ બોટલ સાથે ચુનારાવાડ શેરી નં. રના વિક્રમ ઉર્ફે ટકો રમેશભાઇ ભાટીયા (ઉ.વ.ર૦) અને ચુનારાવાડ શેરી નં.૩ના કરણ મુકેશભાઇ પરમારને પકડી લઇ દારૂનો જથ્થો અને રીક્ષા સહિત રૂ.પ૬૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(3:00 pm IST)