Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

મહિલા સશકિતકરણ પખવાડાની ઉજવણી

ગુજરાત સરકાર દ્વારા આયોજીત મહિલા સશકિતકરણ પખવાડીયા અંતર્ગત અખિલ હિન્દ મહિલા પરીષદ દ્વારા વિવિધ કાર્યક્રમો અને પ્રકલપો ગોઠવવામાં આવ્યા હતા. જેનું ઉદ્દઘાટન રાજયના મહીલા અને બાળ કલ્યાણ પ્રધાન શ્રીમતી વિભાવરીબેન દવેએ કરેલ. પરીષદના રાષ્ટ્રીય અધ્યક્ષા ડો. ભાવનાબેન જોષીપુરાની પ્રેરણાથી રાજકોટના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો આયોજીત કરાયા હતા. નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચા, પૌષ્ટીક આહાર વિતરણ, કીટ વિતરણ, કાનુની માર્ગદર્શન સહીતના કાર્યક્રમો થયા હતા. જેમાં સુરતથી શ્રીમતી પ્રભાબેન મહેતા, પ્રફુલ્લાબેન સિંઘમ, શ્રીમતી દીપ્તીબેન જોષીપુરા, વરીષ્ઠ પ્રોફેસર નીલાબેન શાહ, રાજકોટ સરકારી લો કોલેજના આચાર્ય શ્રીમતી મિનલબેન રાવલ ઉપસ્થિત રહેલ. સૌરાષ્ટ્ર કચ્છના મહિલા કલ્યાણ ક્ષેત્રે કાર્યરત શ્રીમતી રોહીતીબેન પટેલ, શ્રીમતી વર્ષાબેન શાહ, દીપ્તીબેન પરીખ, લતાબેન ચોકસી, વર્ષાબેન ઠકકર, ઉર્વશીબેન ત્રિવેદી, હર્ષાબેન સોલંકી, ધારાશાસ્ત્રી અવનીબેન કાનન તેમજ વિવિધ મહિલા અગ્રણીઓ પણ સાથે જોડાયા હતા.

(3:50 pm IST)