Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

''સોમા''ની ચૂંટણી થશેઃ સમાધાન ન થયું: પ્રમુખ પદ માટે હરીફોએ પોતપોતાના ઉમેદવારી પત્રો પાછા ન ખેંચ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસીએશન ''સોમા''ની વર્ષો બાદ ચૂંટણી યોજાશે પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ છેઃ હજુ સુધી હરીફ સમીરભાઇ શાહ અને કિશોરભાઇ વીરડીયાએ પોતપોતાના ઉમેદવારી પત્રો પાછા નથી ખેંચ્યા તેથી ચૂંટણી યોજાશે એ હવે લગભગ નકકી છે આજે કારોબારીની બેઠક માટે પણ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ છેઃ જામનગર ખાતેની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા સોમાની ચૂંટણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. ર૮મીએ ઉમેદવારોની અંતિમ યાદી બહાર પડશે અને પછી ર૯મીથી પ સપ્ટેમ્બરથી પોસ્ટલ બેલેટ મતદારોને મોકલાયા બાદ ર૧ મી સપ્ટે. સુધીમાં તે સ્વીકારી મતગણતરી થશે.

(3:55 pm IST)