Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

આમ્રપાલી અન્ડર બ્રિજનું કામ નિર્ધારીત સમયથી ૩ માસ વહેલુ ફેબ્રુઆરીમાં થશે પુરૂ

લક્ષ્મીનગર અન્ડરપાસ પહોળો કરવાનું કાર્ય પણ ગતિમાં

રાજકોટ, તા., ર૭: ડીવીઝનલ રેલ્વે મેનેજર પરમેશ્વર ફુંકવાલ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ પ્રોજેકટસ વિશે પણ માહીતી આપવામાં આવી હતી. રાજકોટથી વિરમગામ ડબલ ટ્રેક પ્રોજેકટ ડીસેમ્બર ર૦ર૦ સુધીમાં પુરો થઇ જવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

રાજકોટની મધ્યમાંથી પસાર થઇ રહેલી રેલ્વે લાઇનના આમ્રપાલી ક્રોસીંગ ઉપર સર્જાતી ભારે ટ્રાફીક જામની સમસ્યા નિવારવા આ સ્થળે અન્ડર બ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. નિર્ધારીત પ્રોજેકટ પુરો થવાની અવધી કોન્ટ્રેકટ મુજબ મે-ર૦૨૧ હતી. લોકડાઉનના ગાળામાં કામગીરી ઝડપી બનતા હવે આ પ્રોજેકટ ફેબ્રુઆરીમાં એટલે કે ૩ માસ પહેલા પુરી થવાના ઉજળા સંજોગો સર્જાયા છે. આ ઉપરાંત લક્ષ્મીનગર અન્ડરપાસ પહોળો કરવાની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. જુલાઇ ર૦ર૧ સુધીમાં આ કાર્ય પુરૂ થઇ જશે.

(3:56 pm IST)