Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજકોટ યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ :સાંજ સુધીમાં ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ

ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને સહકાર વિભાગની કુલ 16 બેઠકો માટે 58 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા

રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું ચિત્ર આજ સાંજ સુધીમાં સ્પષ્ટ થશે ગત 23મીએ ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ બીજા દિવસે ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને સહકાર વિભાગનીકુલ 16 બેઠકો માટે 58 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જેમાંથી ખેડુત વિભાગમાંથી 1 ઉમેદવારી ફોર્મ રદ થવા પામ્યું હતુ ત્યારે હવે બાકી રહેલા 57 ઉમેદવારી પત્રોમાંથી આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારી પરત ખેંચાશે. ઉમેદવારી પત્ર ખેંચાયા બાદ આજ સાંજ સુધીમાં જ ચૂંટણી ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થઈ જશે.

રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી બિનહરીફ થાય તેમાટે પહેલેથી જ ખેંચતાણ ચાલી રહી છે. ભાજપના જ બે જુથ સામ-સામે ચૂંટણી જંગમાં ઉતરતા સહકારી રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો હતો. જે રીતે મંત્રી મંડળમાં પક્ષે તમામ નવા ચહેરાઓનેસ્થાન આપ્યું તે મુજબ યાર્ડની ચૂંટણીમાં પણ મોટા માથાઓનેકાપી તમામ ઉમેદવારો પ્રદેશમાંથી નવા ચહેરા છે જે 12 ઉમેદવારોનું લિસ્ટ આવ્યું તે જાહેર થટું. તો બીજી બાજુ ડી.કે.સખીયા અને ભાનુભાઈ મેતાના પુત્રોને ટિકિટ આપી થોડે ઘણે અંશે પરિવારવાદ પણ ચાલ્યો છે.

આજ સાંજ સુધીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થાય તે પહેલા ભાજપ આગેવાનોમાં ચૂંટણી બિન હરીફ થાય તે માટે ફોર્મપરત ખેંચાવવા દોડધામ મચી છે

(11:16 am IST)