Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા શનિવારે એક દિવસીય શરદોત્‍સવ

આધુનિક સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ, મ્‍યુઝીકલ ઓરકેસ્‍ટ્રા સાથે ખેલૈયાઓ ધૂમ મચાવશેઃ જ્ઞાતિના આગેવાનોની ઉપસ્‍થિતિઃ વિજેતા ખેલૈયાઓને ઈનામો અપાશેઃ કશ્‍યપ શુકલ- દર્શીત જાની

રાજકોટઃ સમસ્‍ત બ્રહ્મ સમાજ રાજકોટનાં પ્રવકતા જયંતભાઈ ઠાકર સમગ્ર મીડિયા ઈન્‍ચાર્જ હરેશભાઈ જોષીની સંયુકત યાદી મુજબ યુવક- યુવતીઓનાં જોમ જૂસ્‍સો, ઉત્‍સાહ વધારવા, સમસ્‍ત બ્રહ્મ સમાજ રાજકોટનાં પૂર્વ પ્રમુખ કશ્‍યપભાઈ શુકલ વર્તમાન પ્રમુખ દર્શીતભાઈ જાનીનાં માર્ગદર્શન હેઠળ બ્રહ્મ સમાજનાં યુવક- યુવતિઓ માટે આગામીમ તા.૮/૧૦નાં શનિવારનાં રોજ એક દિવસ માટે શરદોત્‍સવ રાસ ગરબાનું ભવ્‍ય આયોજન બાલભવન ખાતે કરેલ છે.

ભૂદેવો બ્રહ્મ પરિવાર રાસ- ગરબા રમવા ઈચ્‍છતા હોય તેઓ માટે પાસ વિતરણ બ્રાહ્મણ બોર્ડીંગ-૬, રજપુતપરા ખાતેથી મેળવી લેવા.

આ રાસોત્‍સવમાં પાસ વગર પ્રવેશ આપવામાં આવશે નહિ. પાંચ વર્ષથી ઉપર ઉંમરનાં બાળકો- વાલીઓ તાત્‍કાલીક પ્રવેશ પાસ મેળવી લેવા અપિલ કરાઈ છે. ખેલૈયાઓ માટે ખાણીપીણીની વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે રાખવામાં આવેલ છે.

સમસ્‍ત બ્રહ્મ સમાજ રાજકોટનાં યોજાયેલ રાસ- ગરબા કાર્યક્રમમાં રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, બ્રહ્મ ઉદ્યોગપતિ (રોલેક્ષ) મનીષભાઈ મંદેકા, ભાવની ગ્રુપનાં સુરેશભાઈ નંદવાણા વિ. આગેવાનો ઉપસ્‍થિત રહેશે. રાસગરબા વિજેતાને ઈનામરૂપે પ્રોત્‍સાહિત કરાશે.

શરદોત્‍સવ રાસગરબાને સફળ બનાવવા સમસ્‍ત બ્રહ્મ સમાજ રાજકોટનાં હોદ્દેદારો કશ્‍યપભાઈ શુકલ, વર્તમાન પ્રમુખ દર્શીતભાઈ જાની, મહામંત્રી દિપકભાઈ પંડયા, પૂર્વ પ્રમુખ  જનાર્દન આચાર્ય સહિત જીજ્ઞેશભાઈ ઉપાધ્‍યાય, કલમેશભાઈ ત્રિવેદી, શૈલેષભાઈ જાની, નલીનભાઈ જોષી, ડો.અતુલભાઈ વ્‍યાસ, ડો.દક્ષેશભાઈ પંડયા, એડવોકેટ પ્રશાંતભાઈ જોષી, જયેશભાઈ જાની, યોગેન્‍દ્રભાઈ લહેરૂ, જયેશભાઈ ઉપાધ્‍યાય, બંકિમભાઈ મહેતા, જયેશભાઈ ભટ્ટ, યોગેશભાઈ ભટ્ટ તેમજ સમસ્‍ત બ્રહ્મ સમાજ રાજકોટ (મહિલા પાંખ) નિલમબેન ભટ્ટ, ધાત્રીબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ભાવનાબેન જોષી તમામ હોદ્દેદારો આખી ટીમ જહેમત ઉઠાવી રહેલ છે.

આ અંગે વધુ માહિતી માટે પ્રમુખ દર્શીતભાઈ જાની, બ્રાહ્મણ બોર્ડીંગ રજપુત પરા-૬, મો.૯૮૭૯૦ ૦૯૩૯૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે બ્રહ્મસમાજના આગેવાનો  સર્વશ્રી દર્શીતભાઈ જાની, જનાર્ધનભાઈ આચાર્ય, શૈલેષભાઈ જાની, અતુલભાઈ વ્‍યાસ, નિલમબેન ભટ્ટ, ધાત્રીબેન ભટ્ટ અને નલીનભાઈ જોશી નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:50 pm IST)