Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

માતાજીની આરાધના સાથે સોનમ ગરબાનો પ્રારંભઃ જૈન સમાજના આગેવાનોની ઉપસ્‍થિતિ

ગરબા કિંગ અતાખાન, વિશાલ પંચાલ અને અશ્વિની મહેતા સહિતના સિંગરોએ કરી જમાવટ

રાજકોટઃ જૈન વિઝન આયોજિતના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક પાસે આવેલા કેપિટલ પાર્ટી પ્‍લોટમાં યોજાયેલા  આ સોનમ ગરબા મહોત્‍સવમાં પહેલા દિવસે જ જમાવટ થઇ ગઈ હતી. પ્રથમ નોરતે પ્રથમ મહેતા, રક્ષિત વખારિયા અને મોનીલ શાહ પ્રિન્‍સ બન્‍યા હતા જયારે ઈશિતા, શૈલી અને ડોલી પ્રિન્‍સેસ તરીકે પસંદ થયા હતા.

પ્રથમ નોરતે ં જયોતિન્‍દ્રભાઈ મહેતા મામા સહકારી અગ્રણી જીતુભાઈ બેનાણી  અમીધારા ડેવલોપર્સ, જૈન અગ્રણી ચદ્રકાન્‍તભાઈ શેઠ પ્રવીણભાઈ કોઠારી, જયેશભાઇ શાહ સોનમ ક્‍વાર્ટઝ,  સુનિલભાઈ શાહ શેર બ્રોકર, જાણીતા બિલ્‍ડર  જનીશ અજમેરા, વિભાસભાઈ શેઠ , જય ખારા,  મુકેશભાઈ દોશી, મોર્ડન ગ્રુપ   મયુરભાઈ શાહ, જૈન અગ્રણી   કેતન દોશી, ગીરીશભાઈ મેહતા, દીપભાઈ ગોસલીયા, મહેશભાઇ મણિયાર,  કુશલભાઇ કોઠારી, મયૂરધ્‍વજસિંહ જાડેજા રાજીવભાઈ ઘેલાણી,  જતીન સંઘાણી વિપુલભાઇ મહેતા, નીતિનભાઈ મેહતા,  સંજય મેહતા વગેર ઉપસ્‍થિત રહ્યા હતા.

સોનમ ગરબા નવરાત્રી મહોત્‍સવમાં બહેનોને વિનામૂલ્‍યે સિઝન પાસ આપવામાં આવ્‍યા છે.  ૧૫૦ ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક બસ સ્‍ટેન્‍ડ પાસે જનીશભાઈ અજમેરાની માલિકીના ૪ લાખ સ્‍કવેર ફૂટના વિશાળ ધ કેપિટલ ગ્રાઉન્‍ડમાં દોઢ લાખ વોટની લાઇન એરે અધ્‍યતન સાઉન્‍ડ સિસ્‍ટમ, સુંદર લાઇટિંગ વ્‍યવસ્‍થા, પારિવારિક બેઠક વ્‍યવસ્‍થા, જૈન ફૂડ ઝોન, ચુસ્‍ત સિકયુરિટી, સેલ્‍ફી ઝોન, સહિતના આકર્ષણો રાખવામાં આવ્‍યા છે.

જૈન વિઝન આયોજિત સોનમ ગરબા ૨૦૨૨ નું આ વખતનું મુખ્‍ય આકર્ષણ યુ-ટયુબના ગાયક  ગરબા કિંગ અતાખાન, અમદાવાદના ફોક સિંગર વિશાલ પંચાલ, ગરબા અને બોલીવુડ સિંગર રાજકોટના અશ્વિની મહેતા મ્‍યુઝિક એરેન્‍જર તરીકે ભાર્ગવ ચાંગેલા અને તેમની ટીમ છે. આર્ટિસ્‍ટ એરેન્‍જમેન્‍ટ તેજસ શીશાંગીયા જમાવટ કરી રહ્યા છે.

ગરબાના આ આયોજનની સફળતા માટે ટિમ જૈન વિઝનના મિલન કોઠારી, જય મહેતા,આશિષ દોશી, સુધીર પટેલ, કેતન વખારિયા, એડવોકેટ હિમાંશુ પારેખ વિશાલ મેહતા, કેતન સંઘવી,દીપ રામાણી હેમુ વખારિયા, શ્રીમતી મનીષાબેન શેઠ શ્રીમતી પાયલ ફુરીયા કૂ. ઋત્‍વી વોરા,  શ્રીમતી મીનાબેન શાહ, શ્રીમતી રીટાબેન પાડલીયા  દિપાબેન વોરા સહિતના આગેવાનો સંભાળી રહ્યા છે

(3:44 pm IST)