Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

કાચી કેરીને અંગુર કા લાલ અમે રઘુવંશી લેહેરીલા લાલ...ગીત વાગતા જ રઘુવંશી ખેલૈયાઓ ઝૂમી ઉઠયા

રાજકોટઃ નવરાત્રિની પ્રથમ રાત્રિએ રઘુવંશી ખેલૈયાઓમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. નાના મવા સર્કલ, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે અકિલા રઘુવંશી પરિવાર રાસોત્‍સવમાં રાત પડીને સૂરજ ઉગ્‍યો હતો. મેડ મ્‍યુઝિકના સથવારે રઘુવંશી ખેલૈયાઓને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

સંપૂર્ણ પારિવારિક માહોલ અને સલામતી સુરક્ષાના સજ્જડ આયોજન ઉપરાંત ખ્‍યાતનામ ઓરકેસ્‍ટ્રા મેડ મ્‍યુઝિકના સથવારે જાણીતા ગાયકવૃંદ અને રોશનીના ઝળહળાટ વચ્‍ચે રઘુવંશી ખેલૈયાઓને અવનવા સ્‍ટેપ રમી માજગંદબાની આરાધના કરી હતી. પ્રથમ જ નોરતે પરેશભાઇ વિઠલાણી, હસુભાઇ ભગદેવ સહિતના આયોજકો અને કમિટી મેમ્‍બરોએ જગત જનની માભવાનીની આરાધના કરી હતી. ત્‍યારબાદ મેડ મ્‍યુઝિકના સથવારે રાસ ગરબાની રંગત જામી હતી. અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સની સાથે વિશાળ સ્‍ટેજ ઉપર એન્‍કર ટ્‍વિન્‍કલ પટેલ, મનોજ નથવાણી તથા ગાયકો હરી ગઢવી, તરૂણ વાઘેલા, રઘુ ત્રિવેદી, જયોત્‍સના રાયચુરા, શ્રધ્‍ધા ખખ્‍ખર, ભુમિ બદિયાણીએ માતાજીના ગરબા તથા ગુજરાતી ફિલ્‍મી રીમીકસ ગીતો ગાઇ ખેલૈયાઓને ડોલાવવા માટે મજબૂર કરી દીધા હતા. અને જયારે અમે રઘુવંશી લહેરી લા લાલ ગીત વાગતા જ રઘેુવંશી ખેલૈયામાં એક એનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. આજે રઘુવંશી પરિવારના આંગણે તુ મારી હીરના મુખ્‍ય કલાકાર પૂજા જોશી સહિતના કલાકારોએ આકર્ષણ જમાવ્‍યુ હતું.

રઘુવંશી ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કરવા આયોજકો દ્વારા વેલડ્રેસ તથા પ્રિન્‍સ-પ્રિન્‍સેસને ઇનામો આપવામાં આવ્‍યા હતા. જેમાં ફર્સ્‍ટ પિન્‍સ તરીકે કેવિન ભીમાણી, ફર્સ્‍ટ પ્રિન્‍સેસ તરીકે ફલોરસ ભીમાણી જયારે વેલડ્રેસ બોય્‍ઝમાં વિશેષ સાદરાણી, ગર્લ્‍સમાં પૂજા જીમુલિયા જયારે જૂનિયર ખેલૈયામાં પણ લાખેણા ઇનામો આપી ખેલૈયાઓને નવાજવામાં આવ્‍યા હતા.

રઘુવંશી પરિવાર રાસોત્‍સવમાં ગોંડલ લોહાણા મહાજનના પ્રમુખ રમેશભાઇ કારીયા, આગેવાન સતીષભાઇ શીંગાળા, પ્રિવેશભાઇ પારેખ તેમજ પીએસઆઇ ગીરીરાજસિંહ જાડેજા હડમતાળાના, પંકજભાઇ ગણાત્રા, પ્રિતેશભાઇ પારેખ, હિરેનભાઇ કોટક, મુરબ્‍બી મનુભાઇ જોબનપુત્રા, અલ્‍પેશભાઇ પૂજારા, ડયુરોફલેકસ મેટ્રેસના ૃસીઇઓ મોહનરાજ સર, જીતેન્‍દ્રભાઇ ગણાત્રા, મુકેશભાઇ રવેશિયા, ધ્રુપલભાઇ સાતા, ચિરાગભાઇ બગડાઇ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

પરેશભાઇ વિઠલાણીની આગેવાની હેઠળ આ રાસોત્‍સવને સફળ બનાવવા પ્રતાપભાઇ કોટક, રાજુભાઇ રૂપમ(મામા), શૈલેષભાઇ પાબારી(એસપી), હસુભાઇ ભગદેવ, પ્રકાશભાઇ સોમૈયા, કૌશિકભાઇ માનસાતા, બલરામભાઇ કારીયા, જતીનભાઇ દક્ષિણી, ધર્મેશભાઇ વસંત, હરદેવભાઇ માણેક, કલ્‍પેશભાઇ તન્ના, અશ્વિનભાઇ જોબનપુત્રા, મોહીતભાઇ નથવાણી, ઉમેશ સેદાણી, મેહુલભાઇ નથવાણી, જતીનભાઇ પાબારી, રશેષભાઇ કારીયા, વિપુલ કારીયા, ડો.હાર્દિપ રૂપારેલ, ધવલ પાબારી, વિપુલ મણિયાર, રાજભાઇ વિઠલાણી, શ્‍યામલ વિઠલાણી, રાજુ બગડાઇ, હિરેન કારીયા, કેજસ વિઠલાણી, પાર્થ જોબનપુત્રા, યશ અજાબિયા, અમિત અઢીયા, કીર્તિભાઇ શીંગાળા, મયંક પાઉં, કિશન વિઠલાણી, ચંૅદ્રેશભાઇ વિઠલાણી, અમિતભાઇ દક્ષિણી, ધ્રુવ રાજા, હેમાંગભાઇ તન્ના, પ્રેસ રિપોર્ટર જગદીશ ઘેલાણી, હિતેષભાઇ, ગોટેચા, કિરીટભાઇ કેસરીયા, વિમલ વડેરા, કલ્‍પેશᅠબગડાઇ, અશ્વિનભાઇ બુદ્ધદેવ, ધ્રુમિલ ગોંધિયા, આનંદ જોબનપુત્રા, બિમલભાઇ ગોટેચા, મયુર અનડકટ, રાકેશભાઇ ચંદારાણા, પંકજભાઇ ગણાત્રા સમીર રાજાણી, રાજુ ખીમાણી, વિજય મહેતા, દર્શન કક્કડ, મહેકભાઇ માનસાતા તેમજ મહિલા સમિતિના શીતલબેન બુદ્ધદેવ, શિલ્‍પાબેન પૂજારા, તરૂબેન ચઁદારાણા, મનીષાબેન ભગદેવ, પ્રિતીબેન પાંઉ, બિજલબેન ચંૅદારાણા, રત્‍નાબેન સેજપાલ તેમજ મધ્‍યસ્‍થ કાર્યાલયની સંપૂર્ણ જવાબદારી મહેન્‍દ્રભાઇ જીવરાજાની, હિમાંશુભાઇ કારીયા, જીજ્ઞેશભાઇ કોટેચા, વિમલભાઇ પારેખ, કાનાભાઇ સોનછાત્રા સહિતના સંભાળી રહ્યા છે. પાસ મેળવવા કે અન્‍ય માહિતી માટે મો.૯૮૨૪૪ ૦૦૦૩૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)