Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ડો.અશોક પટેલની વણથંભી ધર્મયાત્રાઃ કાશીમાં શિવકથા

રાજકોટ તા. ર૭ : ડો. અશોક અનિલભાઇ  પટેલ (એમ.ડી.)દ્વારા ૭૦ વર્ષ આસપાસની ઉંમરે સ્‍ફુતિથી ધાર્મિક, સામાજિક વગેરે પ્રવૃતિ થઇ રહી છે. તેમના પરિવાર દ્વારા કાશી (વારાણસી) માં શિવમહાપુરાણ કથાનું  આયોજન કરાયેલ છ.ે

રાજકોટના ડો. અશોક પટેલે કરેલો પ્રવાસ થોડો વિશેષ છે. હિમાલય કક્ષેત્રમાં આવેલા પાંચ કેદાર પાંચ કૈલાસ, ચારધામ તથા દેશનાજ્‍યોતિર્લિંગની યાત્રાઓ તેમણે કરી પરંતુ હિમાલયમાં એવા એવા સ્‍થાનો પર સાથીઓ સાથે તેઓ પહોચ્‍યા કે જે ઘણું જ દુર્ગમ અને જોખમી છે. ‘૧૯૯૮માં પહેલીવાર અમરનાથ ગયા' ડો. પટેલ કહે છે, ‘ત્‍યાં જે માહોલ જોયો તે અદ્દભૂત હતો, ભલે ઇશ્વર નજરે ન દેખાયા પણ એક અલૌકિક તત્‍વ ત્‍યાં છે જ જે અપણને કાંઇક અનૂભુતિ કરાવે છે. ત્‍યારથી નકકી કર્યું કે, હવે આનાથી પણ ઉપર કયાંક જાવું છે અને કૈલાસ માનસરોવરની યાત્રા કરી. તેમને લીમ્‍કા બુમાં નામ નોંધાવવાની ઇચ્‍છા છે.

ડો. અશોક પટેલ પરિવાર દ્વારા દિવાળીના તહેવાર પર તા. ર૦ થી ર૬ ઓકટોબર કૈલાસ આશ્રમ, બી ૩૭/૧૭૦ વિરદોરપુર, ડો. ઉષા ગુપ્તા પાસે, મહમૂરગંજ, વારાણસી ખાતે શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ યોજાનાર છે. જેના વ્‍યાસાસને શાષાી શ્રી ઇશ્વરચંદ્ર વ્‍યાસ બિરાજશે કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી ૬ સુધીનો રહેશે. ભવિષ્‍યમા તેઓ અયોધ્‍યામાં રામકથા કરવા ઈચ્‍છે છે.

(4:09 pm IST)