Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

માર્કેટ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ઓનલાઇન રજીસ્‍ટ્રેશન સેવા શરૂ કરાઇ

રાજકોટ, તા., ર૭:     વરસાદની આગાહીના પગલે ખેડુતોના માલને નુકશાન ન થાય તે માટે યાર્ડના સંચાલકો દ્વારા મગફળીના વેચાણ માટે ઓનલાઇન રજીસ્‍ટ્રેશન સેવા ચાલુ કરાઇ છે.

 યાર્ડના સુત્રોના જણાવ્‍યા મુજબ માર્કેટિંગ યાર્ડની એપ્‍લીકેશનમાં નોંધણી કરવાની રહેશે, આજ રોજ તા.૨૭-૦૯-૨૦૨૨ ને મંગળવાર બપોરનાં ૩.૦૦ થી ૫.૦૦ વાગ્‍યા સુધી માર્કેટ યાર્ડની એપ્‍લીકેશન ઓનલાઈન શરૂ કરવામાં આવશે, જેને મગફળી લઇ આવવાનું હોય તેને ફરજીયાત ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરવાનું રહેશે, જેણે   રજીસ્‍ટ્રેશન કરાવેલ હશે તેને જ યાર્ડમાં  મગફળી ભરેલા વાહન પ્રવેશ આપવામાં આવશે, એક ટોકનમાં એક જ વાહનને  પ્રવેશ આપવામાં આવશે, તેમજ મગફળી ભરેલા વાહનને ટોકન મુજબ સવારે ૫.૦૦ વાગ્‍યા થી પ્રવેશ આપવામાં આવશે,માર્કેટિંગ યાર્ડ દ્વારા ટોકન નો મેસેજ આવેલ હશે તેનેજ યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે.

(4:11 pm IST)