Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ‘રન ફોર ડેવલોપમેન્‍ટ મેરેથોન' યોજાઇ

રાજકોટ : દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજી જન્‍મદિવસ તા.૧૭ સપ્‍ટેમ્‍બરથી તા. ર ઓકટોબર- ગાંધી જયંતિ દરમ્‍યાન પ્રદેશ ભાજપની યોજનાનુસાર વિવિધ સેવાકીય કાર્યો વડે ‘સેવા પખવાડિયા' તરીકે ઉજવવામાં આવી રહયુ છે તે અંતગર્ત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અઘ્‍યક્ષ ડો. પ્રશાંત કોરાટની અઘ્‍યક્ષતામાં રાજયભરમાં તમામ જિલ્લામાં વિધાનસભા સીટીદીઠ અને મહાનગરમાં મહાનગર સહ  ભાજપ યુવા મોરચા દ્વારા ‘રન ફોર મેરેથોન'નું આયોજન કરવામાં આવેલ. તે અંતર્ગત  શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બાલભવનના ગેઈટ ખાતેથી મેરેથોન નો  શહેર ભાજપ પ્રમુખ કમલેશ  મિરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિહ ઠાકુર, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્‍ટેન્‍ડીગ ચેરમેન પુષ્‍કર પટેલ, રક્ષાબેન બોળીયા સહિતના અગ્રણીઓ ઘ્‍વારા પ્રારંભ કરાવવામાં આવેલ હતો, આ તકે કમલેશ મિરાણી, ગોવિંદભાઈ પટેલ, ડો.પ્રદિપ ડવએ યુવા મોરચાની ટીમને આ સુંદર આયોજન બદલ બીરદાવી પ્રાશંગિક પ્રવચન કરેલ હતું. આ ‘રન ફોર ડેવલોપમેન્‍ટ મેરેથોન' (પંડિત દીનદયાલ ઉપાઘ્‍યાયજીની જન્‍મ જયંતિ) માં શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં પ હજારથી વધુ યુવક-યુવતીઓ જોડાયા હતા. આ મેરેથોન દોડનું કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન, પોલીસ હેડ કવાર્ટરનો ગેઈટ, એરપોર્ટ સામેનો ગેઈટ થઈને મેયર બંગલા, રેસકોર્ષ રીંગ રોડ ખાતે સમાપન થયુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાના માર્ગદર્શન હેઠળ યુવા ભાજપની ટીમે જહેમત ઉઠાવી હતી.

(4:51 pm IST)