Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

બ્રહ્મ યુવાનો દ્વારા કાર રેલી

રાજકોટથી પરશુરામધામ લીંબડી સુધી બ્રહ્મસમાજના યુવાનો દ્વારા મીલનભાઇ શુકલતના નેતૃત્‍વમાં કાર રેલી યોજાઇ હતી. જેમાં ૩૦૦ થી વધુ કારને શીતલ પાર્ક બસ સ્‍ટોપ રીંગ રોડ થી પૂ.ભકિત સ્‍વામી અને પૂ.ઘનશ્‍યામ મહારાજ દ્વારા પ્રસ્‍થાન કરાવાયું હતું. આ કાર રેલીનું વિવિધ જ્ઞાતીના આગેવાનો દ્વારા સન્‍માન કરાયેલ. અને ચોટીલામાં દીકરીઓ દ્વારા સામૈયુ કરી ભવ્‍ય સ્‍વાગત કરાયેલ. આ રેલીને સફળ બનાવવા બંકિમભાઇ મહેતા, હીરેનભાઇ રાવલ, ગૌરવભાઇ મહેતા,પંકજભાઇ રાવલ, ભીખુભાઇ રાજગોર, શૈલેષભાઇ દવે અને બ્રહ્મદેવ સમાજ રાજકોટના હોદ્દેદારોએ જહેમત ઉઠાવેલ.

(4:53 pm IST)