Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ફોર્ચ્‍યુન હોટલ સામે તીરૂપતિ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં થયેલ હત્‍યા કેશમાં કારખાના માલિકની જામીન અરજી મંજૂર

રાજકોટ તા.૨૭:  ફોર્ચ્‍યુન હોટલ સામે તિરૂપતિ ઇન્‍ડ.આવેલ કારખાનામાં થયેલ સંજયભાઇ રાજેશભાઇ સોલંકીના ખુનના ગુનામાં કારખાનાના માલીક વિશાલ વિરેન્‍દ્રભાઇ બોરીસાગરનો જામીન પર છુટકારો સેસન્‍સકોર્ટ ફરમાવેલ છે.

રાજકોટના પ્રતિષ્‍ઠીત વિસ્‍તારમાં તા.૨૭/૦૫/૨૦૨૧ના રોજ સંજયભાઇ રાજેશભાઇ સોલંકીના ખુન થયેલ જે અંગેની ફરીયાદ આજીડેમ પોલીસ સ્‍ટેશનના આઇ.પી.સી.કલમ ૩૦૨, ૨૦૧, ૧૧૪, ૧૩૫/૧ મુજબ ગુનો નોંધાયેલ હતો.

ઉપરોકત મુજબ ફરિયાદી અનુબેન રાજેશભાઇ સોલંકીએ ફરિયાદ નોંધાવેલ તેના પતિ સંજયભાઇ રાજેશભાઇ સોલંકીને કોઇએ માથામાં તથા મોઢા ઉપર તીક્ષણ હથિયારથી ઇજાઓ કરી મારી નાખેલ અને તેની લાશને પુઠાના ખોખામાં પેક કરી રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટીના સાંઢીયા પુલ પાસે સાંઇબાબા સર્કલ નજીક આવેલ ઇન્‍ડ. એરીયામાં કાચા રસ્‍તે ફેકી દીધેલ જે અંગે ઉપરોકત ગુન્‍હા મુજબ ફરિયાદ કરેલ છે. ઉપરોકત બનાવમાં વિશાલભાઇ વિરેન્‍દ્રભાઇ બોરીસાગર લાશ લઇને ફેકવા જતો હોય તે અંગેના સી.સી.ટી.વી. ફુટેજ કબજે થયેલ છે.

ઉપરોકત બનાવમાં આરોપી વિશાલ બોરીસાગર એ એડવોકેટ અશ્વિનભાઇ ગોસાઇએ દલીલ કરતા જણાવેલ કે ગુજરનાર સંજયભાઇ રાજેશભાઇ સોલંકી અરજદારના કારખાનામાં આવેલ તેના હાથમાં લોખંડનો પાઇપ હતો અને અરજદાર તથા તેના મિત્રો વાતો કરતા હતા અને વિશાલનું અગાઉનું મનદુઃખ હોવાના કારણે બંને ઝપાઝપી થયેલ વિશાલનો કોઇ ઇરાદો મરણજનાર સંજયભાઇ રાજેશભાઇ સોલંકી ખુન કરવાનો ન હતો વિશાલ બોરીસાગર કોઇ ગુનાહીત ઇતિહાસ ધરાવતો ન હતો અને તે પ્રતિષ્‍ઠિત નાગરીક છે અને તેનો ઇરાદો મારી નાખવાનો ન હતો અને એડવોકેટ અશ્વિનભાઇ ગોસાઇએ કરેલ દલીલને ધ્‍યાને લઇ એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજશ્રી એ આરોપી વિશાલ વિરેન્‍દ્રભાઇ બોરીસાગરને રૂા.૨૦,૦૦૦/- સોલવન્‍સી પર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.ઉપરોકત કામમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઇ શાહ તથા યુવાધારા શાષાી અશ્વિનભાઇ ગોસાઇ, ચિત્રાંક એસ.વ્‍યાસ, ભાવિનભાઇ રૂઘાણી, હર્ષીલ શાહ, કશ્‍યપભાઇ ઠાકર, રવીભાઇ મુલીયા, નેહાબેન વ્‍યાસ, બીનાબેન પટેલ, રાજુભાઇ ગોસ્‍વામી, ઉર્વીશાબેન યાદવ, સચીન ગોસ્‍વામી, સાગર પ્રજાપતિ વિગેરે રોકાયેલા હતા.

(4:59 pm IST)