Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ફટાકડા ફોડવા મામલે યશપાલસિંહ વાઘેલાને પડોશી દંપતિએ માર માર્યો

જીવરાજ પાર્ક પાસે શ્રીરામ ટાઉનશીપમાં બનાવ

રાજકોટ તા. ૨૭: નાના મવા રોડ જીવરાજ પાર્ક પાસે શ્રીરામ ટાઉનશીપ આવાસમાં ચોથા માળે રહેતાં અને છુટક ડ્રાઇવીંગ કામ કરતાં યશપાલસિંહ ભરતસિંહ વાઘેલા (ઉ.૨૬) નામના યુવાનને આ જ ટાઉનશીપમાં પહેલા માળે રહેતાં દંપતિએ લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

યશપાલસિંહના કહેવા મુજબ નીચે છોકરાઓ ફટાકડા ફોડતાં પોતે પણ ત્યાં ઉભા હોઇ પોતે પણ ફટાકડા ફોડે છે એવું સમજી નીચેના કવાર્ટરમાં રહેતાં મીતલબેન અને તેના પતિએ ઝઘડો કરી લાકડીથી માર માર્યો હતો.

(3:00 pm IST)