Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કર્મયોગ ક્રેડીટ સોસાયટીના ચેક રિટર્નના કેસમાં આરોપીને છ માસની સજાનો હુકમ

આરોપીને ચેક રકમનું વળતર ચુકવવા કોર્ટે ફરમાન કર્યું

રાજકોટ તા. ર૭: રાજકોટની શ્રી કર્મયોગ ક્રેડિટ કો-ઓ. સોસાયટી લી,ના લોની અશ્વીનભાઇ રવજીભાઇ ડાંગરને ચેક રિર્ટન કેસમાં છ માસની સજા અને ચેકની રકમ રૂ. પ૮,૧ર૩ વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

અત્રે રાજકોટની શ્રી કર્મયોગ ક્રેડિટ કો-ઓ. સોસાયટી લી, ઠે. એ-૩રર/૩ર૩ નક્ષત્ર-૭, બાપા સીતારામ ચોક, રૈયા રોડ-રાજકોટવાળા ઉપરોકત સરનામે શરાફી મંડળી ચલાવે છે અને સભાસદોને ધીરાણ આપવાનું કામકાજ કરે છે. સભ્ય દરજજે આરોપી અશ્વિનભાઇ રવજીભાઇ ડાંગર, એ ફરીયાદી મંડળીમાંથી તા. ર૩/૦૮/ર૦૧૮નાં રોજ રૂ. પ૦,૦૦૦/- નું ધિરાણ મેળવેલ. આરોપીએ સદરહું લોનના ચડત હપ્તાની રકમ ચુકવવા માટે ફરીયાદી મંડળીને બેંક ઓફ બરોડા, યુનિવર્સિટી રોડ શાખા રાજકોટનો આરોપીના ખાતાનો ચેક નં. ૦૦૦૦૧૬ તા. ૧૪/૦પ/ર૦૧૯નો રૂ. પ૮,૧ર૩/- નો આપેલ ફરીયાદી મંડળીએ સદરહું ચેક પોતાના ખાતામાં રજુ કરતા સદરહું ચેક તા. ૧પ/૦પ/૧૯ના રોજ ''ફ્રન્ડસ ઇનસફીસન્ટ''ના શેરા સાથે પરત ફરેલ હતો.

આથી ફરીયાદીએ આરોપીને તા. ર૦/૦પ/ર૦૧૯ના રોજ રજી.એડી.થી નોટીસ મોકલાવેલ જે નોટીસ આરોપીને તા. ર૧/૦પ/ર૦૧૯ના રોજ બજી જવા છતાં આરોપીએ ફરીયાદી મંડળીની લેણી રકમ ચુકવેલ નહીં. જેથી ફરીયાદીએ રાજકોટના ચીફ જયુડી. કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ.

કોર્ટે હાલના કેસની હકીકતો અને સંજોગો લક્ષમાં લઇએ તો આરોપી પોતે ઠરેલ વ્યકિત છે. રૂપિયા લીધા બાદ રકમ સામે ચેક આપવાની ગંભીરતા તેના ખ્યાલે હોવી જોઇએ કેસ ચાલતા દરમ્યાન આરોપી તરફે ફરીયાદીને ચેકની રકમ ચુકવવામાં આવેલ નથી. આમ, આરોપીની દાનત ફરીયાદીને રકમ પરત નહીં આપવાનું જણાય છે. જેથી ચીફ જયુડી. મેજી.એ આ કામના આરોપીને છ માસની સજા તેમજ રૂ. પ૮,૧ર૩/- વળતર પેટે ફરીયાદીને ત્રણ માસમાં ચુકવવા અને વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરિયાદી શ્રી કર્મયોગ ક્રેડિટ કો-ઓ. સોસાયટી લી, તરફે રાજકોટના ધારાશાસ્ત્રી રીતેષ એસ. કોટેચા રોકાયેલ છે.

(3:04 pm IST)