Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ચૂંટણી વહેલી થવાના સંકેતોઃ રાજકોટ શહેર-જીલ્લાના

મતદાન મથકોની આખરી પ્રસિધ્ધિ થઇઃ ૧૦ બુથોનો વધારો હવે રર૪ર મતદાન મથકોઃ ૧લી નવેમ્બરથી સુધારણા કાર્યક્રમ

ચૂંટણી પંચ આગામી વર્ષની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહી છેઃ પરંતુ વહેલી ચૂંટણી આવે તેવી શકયતા જોવાઇ રહી છે. આજે રાજકોટ શહેર-જીલ્લાના મતદાન મથકોની આખરી પ્રસિધ્ધિ થઇ છેઃ મતદાર યાદી કાર્યક્રમ શરૂ થાય તે પહેલા આ કાર્યવાહી થતા વહેલી ચૂંટણીના એંધાણ વર્તાઇ રહ્યા છે. રાજકોટ શહેર-જીલ્લામાં રાજકોટ ગ્રામ્યમાં-૬, પૂર્વમાં-૩ અને જેતપુર-૧ માં મળી કુલ ૧૦ મતદાન મથકો વધતા હવે રર૪ર મતદાન મથકો થયા છે... ડીસેમ્બર-ર૧ માં ૧૧ હજારથી ગ્રામ પંચાયતની ચંૂટણી છે.. જો ભાજપ જીત્યુ તો વહેલી ચૂંટણી આવશે તેવુ ગણિત મંડાઇ રહ્યું છે...તંત્રે પણ તૈયારીઓ શરૂ કરી છે. ૧લી નવેમ્બરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થશે.

(3:18 pm IST)