Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

વેકેશનમાં બાળકો શિક્ષણ કાર્યથી વંચિત ન રહે તે માટે ઘરે જઇ શિક્ષણ આપીશુ : વનિતાબેન રાઠોડ

સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકોને આગળ આવવા અપીલ

રાજકોટ તા. ૨૭ : નગર પ્રાથીમક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. ૯૩ ના આચાર્યશ્રી વનિતાબેન રાઠોડે એક યાદીમાં જણાવ્યુ છે કે દિવાળીની રજાઓમાં બાળકોનું શિક્ષણ કાર્ય બંધ ન રહે તે માટે સ્વયંસેવકોની મદદથી ઘરે ઘરે જઇને અભ્યાસ કરાવવા અમે નવો પ્રયોગ અમલમાં મુકીશું.

આ કાર્યને સફળ બનાવવા સ્વૈચ્છિક સંસ્થા અને સ્વયંસેવકો મદદમાં રહે તેવી અમારી અપીલ છે. ધો.૧ થી પ ના વિદ્યાર્થીઓને વાંચન લેખનની પ્રેકટીસ કરાવી પાયાનું જ્ઞાન અપાશે. આ કાર્ય ૧૦ મહીના સુધી ચલાવી ત્યાર બાદ સર્વોચ્ચ પરિણામ આપનાર લોકોનું અભિવાદન પણ કરાશે. તેમ અંતમાં શાળા નં. ૯૦ ના આચાર્યશ્રી વનિતાબેન રાઠોડે જણાવ્યુ છે. 

(3:19 pm IST)