Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

આર્યન ખાન ડ્રગ કેસ અને કાયદાની વાસ્તવિકતાઓ : ન્યાયનું યોગ્ય અમલીકરણ થવુ જોઇએ : એડવોકેટ વિકાસ રોડ

રાજકોટ, તા.ર૭:  બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ કેસમાં નારકોટીક કન્ટ્રોલ બ્યુરો  મુંબઈએ ૦૨/૧૦/૨૧ ના રોજ કુઝ ઉપર ચાલતી પાર્ટીમાંથી ધરપકડ કર્યા બાદ આજે ર૫ દિવસ  વિતવા છતાં કેસની વાસ્તવિકતા બાબતે અલગ-અલગ મત મંતાન્ત૨ અને ન્યુઝ વાંચવા મળી  રહ્યા છે. 

જાણવા મળેલ વિગતો મુજબ તા.૦૨/૧૦/૨૧ ના રોજ બોમ્બેનાં એન.સી.બી. ડીપાર્ટમેન્ટે એક  કુઝ ઉપર રેડ કરેલ ત્યારે શાહરૂખખાનનાં પુત્ર આર્યન ખાન તથા અન્ય મિત્રોની ધરપકડ કરવામા  આવેલ. કેસની શરૂઆતથી જ જે તે કેસ પોલીટીકલી મોટીવેટેડ અને પોઈન્ટલેસ એટલે કે હેતુવિહિન  છે તેવા આક્ષેપો થયેલ પરંતું તાજેતરમાં જે તે કેસનાં મુખ્ય તપાસનીશ અધીકારી સમીર વાનખેડે સામે  કરોડી રૂપીયાની લાંચ માંગવાની વિગતો સામે આવતા કેસની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નાર્થ સર્જાયેલ 

અત્રે ઉલ્લેખનીય છે કે ફરીયાદ નોંધાયા બાદ આર્યનખાન દ્વારા ડ્રગનો ઉપયોગ કરવામા  આવ્યો હોય કે ડ્રગ તેમના કબજામાંથી મળેલ હોય તેવી કોઈ વિગતો ફરીયાદ કે તપાસના કામમાં ખુલેલ નથી ત્યારે આર્યનખાનની સતત જામીન અરજી નામંજુર થતી આવેલ છે તે બાબતે કાનુનવિદ  અને કાનુની સમાજમાં પણ આશ્ચર્ય સર્જાયેલ છે. એન.સી.બી. દ્રારા રોકવામાં આવેલ સરકારી  વકિલની દલીલ એવી છે કે, આર્યનખાનનાં મિત્ર મરચન્ટ ના બુટમાંથી ગાંજો મળેલ છે. પરંતું  આર્યનખાનનાં કબજામાંથી કોઈ ડ્રગ મળેલ ન હોવા છતા કે કાયદાની ભાષામાં કોન્સીયસ પઝેશન ન હોવા છતા ફકત મિત્ર પાસેથી પ્રતિબંધીત ડ્રગ મળેલ છે તેવા કારણસર આર્યનખાનની જામીન  અરજી નામંજુર થાય તે પણ આશ્ચર્યજનક બાબત છે. 

સને-૧૯૯૫માં એન.ડી.પી.એસ. એકટ અમલમાં આવ્યા બાદ તેના માટે ડેઝીગનેટેડ કોર્ટ  બનાવવામા આવેલ છે તેમા જામીન અરજી અને એન.ડી.પી.એસ. અન્વયેના કેસ નિર્ણીત થાય છે.  પરંતું દેશનાં નામાંકિત કાનુનવિદો એ તેમા જામીન અરજી નહીં કરી અને અન્ય કોર્ટમાં જામીન  અરજી કરેલ છે તે પણ કાનુની અજ્ઞાન છતું કરે છે. ત્યારબાદ થયેલ એન.ડી.પી.એસ. કોર્ટમાં થયેલ  જામીન અરજી આર્યનખાનના મિત્ર અરબાઝ મરચન્ટ અને મુનમુન ધામેચાના ગુન્હાને ધ્યાનમાં  રાખતા, આર્યનખાનની અરજી તા.૨૦/૧૦/૨૧ ના રોજ નામંજુર કરેલ છે તે જાણ સામાન્ય  પ્રજાજન અને કાનુનવિદ ખળભળી ગયેલ. કારણ કે, આ અગાઉ કોમેડી કવીન ભારતી તથા તેના પતિ  પાસેથી મોટી માત્રામાં ગાંજો અને ડ્રગ મળી આવેલ હોવા છતા તેને બીજા જ દિવસે જામીન મુકત  કરવામા આવેલ. પરંતું અહીં આર્યનખાનએ ડ્રગ લીધેલ/વાપરેલ ન હોવા છતા તેમજ તેમના કબજામાંથી  ડ્રગ મળેલ ન હોવા છતા ફકત અરબાઝ મરચન્ટ સાથે કરેલ વોટસએપ ચેટ કે જેમાં આજ ધમાકા  કરેગે તે શબ્દોને ડ્રગના ઉપયોગ કે હેરાફેરી સાથે સાંકળી ગંભીર ગુન્હામાં સંડોવવા અને ત્યાર પછી  સામાન્ય માણસને કાનુની આંટીધુંટીમાં પાકકો ગુન્હેગાર બની જાય તે રીતે રાખવાનો અભીગમ  આમ પ્રજાજનોને વિચારતા કરીદે તેમ છે અને તે માટે કાનુનીવિદો એ કાયદાનું ચોકકસ અર્થધટન  કરી ન્યાયનું યોગ્ય અમલીકરણ થાય તે માટે વિચારવું આવશ્યક બનેલ છે. 

નામદાર સુપ્રીમ કોર્ટે ગુરૂબક્ષસિંહ સીબીયાના જજમેન્ટથી માંડી આજસુધીના રોજબરોજ  જામીન અરજીને લગતા જજમેન્ટ આપવામા આવે છે તેમાં બંધારણનાં આટીકલ-૨૧ મુજબ વ્યકિત  સ્વતંત્રતાના અધીકારને મહત્વ આપેલ છે. વિશેષમાં ઠરાવેલ છે કે, ગુન્હાની ગંભીરતા તે જામીન  અરજી નકારવાનો યોગ્ય કેસ નથી પરંતું આરોપી સામે પ્રથમ દર્શનીય સાબીત કેસ તથા તેનો  ગુન્હાહીત ઈતિહાસ વિગેરે તત્વો ધ્યાને લેવા જોઈએ. પરંતું આર્યનખાનના કેસમાં જામીન અરજીને  લગતા સુપ્રીમકોર્ટનાં આ સિધ્ધાંતો પરત્વે ઉદાસીનતા અને દુલક્ષર્ય સેવી પરોક્ષ રીતે સૂપ્રીમ કોર્ટએ  સ્થાપિત કરેલ સિધ્ધાંતોનો અનાદર કરતા હોય તે રીતે ફકત ટેકનીકલ કારણોસર નાની ઉમરના  વ્યકિતને પાકકો ગુન્હેગાર બનાવવા માટેના સંજોગો નિર્માણ થાય તે રીતે ન્યાયીક કાર્યવાહી ન થાય  તે પણ મુદદો વિચારવો આવશ્યક છે.

સંકલન  : વિકાસ કે. શેઠ,

એડવોકેટ

(3:20 pm IST)