Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

'આપ' દ્વારા પોલીસ સંવર્ગના પ્રશ્ને રજુઆત

 આમ આદમી પાર્ટી રાજકોટ શહેર દ્વારા ગુજરાત પોલીસના વિવિધ સંવર્ગના જવાનોના પ્રશ્નોના નિરાકરણ લાવવા અંગે આવેદન પાઠવવામાં આવ્યુ હતું. બાહોશ ગુજરાત પોલીસ દળ દિવસ રાત ખડેપગે રહીને જનતાની સુરક્ષા અને સલામતી કરી રહ્યું છે. તહેવાર હોય કે સામાજિક પ્રસંગ હોય પોલીસ જવાન હંમેશા ડ્યુટી ઉપર રહીને જનસેવા કરે છે. ત્યારે પોલીસ દળનાં વર્ષો જૂના પડતર નિમ્મ દર્શાવેલ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકારમાં રજુઆત પહોંચાડવા અવાજ ઉઠાવાયો હતો. પગારમાં સુધારો બદલીમાં દખલગીરી સહિતના પ્રશ્નો મુકાયા હતા.

(4:04 pm IST)