Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા યોજાયો એક દિવસીય સેમીનાર

રાજકોટ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ જિલ્લા સહકારી સંઘ, રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ.બેંક તેમજ જિલ્લા રજીસ્ટ્રાર રાજકોટના સંયુકત ઉપક્રમે રાજકોટ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ રાજકોટના મીટીંગ હોલમાં જીલ્લા રજી. શ્રી વી. આર. કપુરીયાના અધ્યક્ષસ્થાને વન ડે સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ સેમીનારમાં રાજકોટ જીલ્લા સહકારી સંઘના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ. બેંકના જનરલ મેનેજર વી. એમ. સખીયા, જીલ્લા સંઘના એકઝી. ઓફીસર પરેશભાઇ ફેફર, રાજકોટ ડેરી તથા ડીસ્ટ્રીકટ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહેલ. સેમીનારમાં રાજકોટ ડેરીના એમ.ડી. વિનોદભાઇ વ્યાસે અમુલ પેટર્ન વિષે માહીતી આપેલ. તેમજ રાજકોટ ડેરીની કામગીરી વિષે વિસ્તૃત માહીતી રજુ કરી હતી. જયારે સહકારી મંડળીઓને મળવાપાત્ર લાભો અંગે શ્રી કપુરીયાએ છણાવટ કરી હતી. સમગ્ર સંચાલન રાજકોટ ડેરી સહકાર વિભાગના અધિકારી સુરેશભાઇ દેત્રોજાએ કરેલ. અંતમાં આભારવિધિ જીલ્લા સંઘના સી.ઇ.આઇ. એ. જે. ઘેટીયાએ કરેલ. સેમીનારમાં બહોળી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.

(4:06 pm IST)