Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

આદીજાતિના દાખલા અંગે રજુઆત

 આદીવાસી ભાઇઓને જાતિના દાખલા મેળવવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તકેદારી ઓફીસમાં આદિવાસી સમાજના લોકો પાસે રહેઠાણના પુરાવારૂપે સને ૧૯૫૦ ના વર્ષના કે તેથી પણ જુના પુરાવા માંગવામાં આવે છે. ખરેખર તો ગુજરાતની સ્થાપનાની તા.૧-૫-૧૯૬૦ છે. ત્યારે ૧૯૫૦ વાળા કે તેથી જુના રહેઠાણના પુરાવા મળવા મુશ્કેલ બને છે. આ બાબતે ફેરવિચારણા કરી સમય ઘટાડવાભીલ સમાજ રાજકોટ હીત રક્ષક સમિતિ તેમજ અનુ.જાતિ મોરચો ગુજરાત પ્રદેશ આર્થિક સેલના સંયોજક દર્શનભાઇ પેંગ્યાતરની આગેવાની હેઠળ આદીજાતિ વિકાસ કમિશ્નર દિલીપભાઇ રાણાને રજુઆત કરવામાં આવી હતી.

(4:09 pm IST)