Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

જિલ્લા પંચાયત પ્રમુખના એડવોકેટ બનેવી જે.બી. ઠુમમરે ફીનાઇલ પીધાંના બનાવમાં પૂર્વ ડે. મેયર અશ્વિન મોલિયા સહિત 11 વિરુદ્ધ ૨.૨૧ કરોડની ઠગાઈ, ધમકીનો ગુનો બી ડિવિઝન પોલીસે નોંધ્યો: તપાસનો ધમધમાટ

રાજકોટઃ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરના બનેવી એડવોકેટ જે.બી. ઠુમ્મરએ ગઈ કાલે કુવાડવા રોડના બગીચામાં ફીનાઇલ પી લીધાના બનાવમાં પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા સહિત ૧૧ સામે ઠગાઈ, ધમકી આપવાની કલમો હેઠળ ગુનો દાખલ થતાં ચર્ચા જાગી છે. હાથ ઉછીના આપેલા રૂ. બે કરોડ એકવીસ લાખ આ લોકોએ પાછા ન આપી અમે તો પૈસા આપી દીધા છે તેમ કહી હવે પૈસા નહિ માંગવાનું કહી ધમકી આપ્યાનું લખાણ જે.બી. ઠુમમરે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું.

બી ડીવીઝન પોલીસે આ બારામાં એડવોકેટ જેન્તીભાઇ બચુભાઇ ઠુમ્મર-પટેલ (ઉ.વ.૬૫ ધંધો. વકીલાત રહે, વીમાનગર શેરી નંબર-ર, “તીર્થ” મકાન, સદગુરૂ સાનીધ્ધ ની બાજુમા શેરી, રૈયા રોડ, રાજકાટ)ની ફરિયાદ પરથી (૧) અશ્ર્વીનભાઇ ચતુરભાઇ મોલીયા (૨) નિરવ અશ્ર્વીનભાઇ મોલીયા રહે. બંને નારાયણનગર પેડક રોડ પાણીના ઘોડા પાસે રાજકાટ(૩) મનસુખભાઇ માવજીભાઇ પીપળીયા રહે. રત્નદીપ સોસાયટી આર્યનગર મેઇન રોડ રાજકાટ(૪) સંજયભાઇ પ્રાગજીભાઇ દુધાત્રા રહે. કુવાડવા રોડ વલ્લભનગર રાજકોટ(૫) ચિરાગ બાબુભાઇ પરસાણા રહે.રણછોડનગર સોસાયટી શાળા નંબર-૧૫ સામે રાજેકાટ (૬) જગદીશભાઇ લીંબાસીયા રહે. ડી માર્ટ ૫૦ ફુટ રોડ રીધ્ધી સીધ્ધી કરીયાણીની બાજુમા ભગવતી ડેરી રાજકોટ (૭) ભરતભાઇ નાગજીભાઇ તળાવીયા રહે. રાજકેટ(૮) રમેશભાઇ ખોડાભાઇ શીંગાળા રહે. રાજકાટ(૯) વિજયભાઇ એન.રૈયાણી રહે. રાજલક્ષ્મી સોસાયટી મોરબી રોડ ફાટક પાસે રાજકાટ (૧૦) ભરતભાઇ માધાભાઇ રાદડીયા રહે. સત્યમ કોમ્પલેક્ષ બીજો માળા ડી માર્ટ વાળો રોડ રાજકાટ અને (૧૧) હસમુખભાઇ પોપટભાઇ કેરાળીયા રહે. શ્રી નાથજી પાર્ક ૮૦ ફુટ રોડ નાગબાઇ પાન સામેનો રોડ રાજકોટની વિરુદ્ધમાં આઇ.પી.સી.કલમ ૪૦૬, ૪૨૦, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૩૪, મુજબ ગુનો દાખલ કર્યો છે.

 જેન્તીભાઈ ઠુમમરે ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે આ કામના તમામ આરોપીઓએ ભેગા મળી એક સમાન ઇરાદે ફરીયાદીને વિશ્વાસ વચન આપીને ફરીયાદી પાસેથી વ્હાઇટ રૂપીયા અલગ અલગ ચેકો દ્રારા તમામ આરોપીઓએ પોતાના અલગ અલગ ખાતાઓમા ટ્રાન્સફર લઇ બાદમાં આ કુલ રૂપીયા ૨,૨૧,૧૫,૦૦૦ ફરીયાદીને પરત નહીં આપી રૂપીયા ઓળવી જઇ ફરીયાદી સાથે ગુન્હાહીત છેતરપીડી વિશ્વાસધાત કરી તેમજ ફરીયાદીએ આરોપી નં.(૧) અશ્વિનભાઈ મોલીયા પાસે રૂપીયા માંગતા આરોપી અશ્વિનભાઈ મોલીયાએ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદીએ ફીનાઇલ પી લીધી હતી.

ડીસીપી પ્રવીણકુમાર મિણા, એસીપી એસ.આર. ટંડેલની સૂચના હેઠળ પીઆઇ એમ.બી. ઔસુરા, પીએસઆઇ એચ.એમ.જાડેજા, રશ્મિનભાઈ પટેલ સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(8:03 pm IST)