Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

છેલ્લા સપ્તાહમાં શહેરમાંથી ૩૨૬ રખડતા ઢોરનો ત્રાસ દુર કરતુ મનપા તંત્ર

રાજકોટ તા. ૨૭ : મનપા દ્વારા છેલ્લા સપ્તાહમાં શહેરમાં રસ્તે રખડતા કુલ ૩૨૬ પશુઓ પકડવામાં આવ્યા છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. ૧૬ થી ૨૫ દરમ્યાન શહેરના વિસ્તારો પેડક રોડ, ભાવનગર રોડ્, કુવાડવા રોડ, ભગવતીપરા મેઈન રોડ, ફિલ્ડ માર્શલ વાડી, વેલનાથપરા, ગ્રીનલેન્ડ ચોકડી, માર્કેટીંગયાર્ડ વગેરે વિસ્તારોમાંથી ૭૪ (ચિમોતેર) પશુઓ, આજીડેમ, માંડા ડુંગર, માનસરોવર ભીમરાવનગર, શ્યામકિરણ સોસાયટી, પ્રધ્યુમન પાર્ક વિગેરે વિસ્તારોમાંથી ૪૩ પશુઓ, કોઠારીયા, કોઠારીયા સોલવન્ટ, ઓમનગર વિગેરે વિસ્તારોમાંથી ૧૧ પશુઓ, રૈયાધારની આજુબાજુના વિસ્તારો, નિવિદિતાનગર, સાધુવાસવાણી રોડ, પાટીદાર ચોક વિગેરે વિસ્તારોમાંથી ૪૫ પશુઓ, શીતલપાર્ક, જામનગર રોડ, ભોમેશ્વર, રેલનગર વિગેરે વિસ્તારોમાંથી ૧૯ પશુઓ, શકિત સોસાયટી, સંજયનગર મેઈન રોડ, ગોકુલ કવાર્ટર્સ પાસે, રાજારામ સોસા. વિગેરે વિસ્તારોમાંથી ૧૩ પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૩૨૬ પશુઓ પકડવામાં આવેલ છે.

(2:33 pm IST)