Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સહકારી બેંકોના સીઇઓ/એમડીની નિમણુંકોનો માર્ગ મોકળો

તા.૨૫/૬/૨૦૨૧ના સરકયુલર મુલત્વી રાખવા અંંગે જે જે બેંકોની આર.બી.આઇ. તરફથી સુચનાઓ મળી હોય તે બેંકોના સી.ઇ.ઓ/ એમ.ડી. ની નિમણુંક બોર્ડ ઓફ ડીરેકટર કરી શકશે.

રાજકોટઃ તા.૨૭, સહકારી ક્ષેત્રની સહકારી બેંકોના સીઇઓ/ એમડીની નીમણુંક સંદર્ભે બી.આર.એકટમાં થયેલ સુધારાના પરીપેક્ષમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી તા.૨૫/૬/૨૦૨૧ના રોજ સીઇઓ/ એમડીની નિમણુંક સંદર્ભેના ફીટ અને પ્રોપર ક્રાઇટએરીયા જેમ કે ઉંમર, અનુભવ, લાયકાત, સમયગાળો તેમની આર્થીક બાબતો, મહેનતાણું વિગેરે બાબતોને સુનિશ્ચિત કરી સીઇઓ/એમડીની  નીયત નમુનામાં બે માસમાં અરજી કરવા તમામ બેંકોને સુચના કરવામાં આવેલ.

તા.૨૫/૬/૨૦૨૧ના સરકયુલર અન્વયે સહકારી બેંકોના પ્રવર્તમાન સીઇઓ/એમડી જો ૧૫ વર્ષથી સતત સીઇઓ/એમડીના પદ ઉપર ચાલુ હોય તો તેઓને ફરજીયાત પણે ૩ વર્ષનો કુલીંગ પીરીયડ આપવામાં આવેલ એનો અર્થ એ થયો કે જેને સીઇઓ/એમડીને ૧૫ વર્ષ પુરા થયા હોય તેઓને ફરજીયાત બેંક છોડવાની પરિસ્થિતિ નિર્માણ થયેલ એટલુ જ નહિં બીજા અનેક ફીટ એન્ડ પ્રોપર ક્રાઇટ એરીયા પ્રમાણે કેટલીક બેંકના સીઇઓ/એમડી લાયકાત ધરાવતા ન હતા તેથી તેમને સીઇઓ/એમડીનું પદ ગુમાવવાનો વખત આવેલ હતો.

આ બાબતથી નારાજ થઇને કેટલીક બેંકોએ સદર સરકયુલર અને બીઆર એકટના પ્રાવધાનને પડકારેલ તે અન્વયે કેટલાક રાજયની ઉચ્ચ ન્યાયાલયોએ સદર સરકયુલર અને અથવા તેના ભાગની અમલવારી સ્થગીત કરેલ તે હુકમને ધ્યાને લઇ આર.બી.આઇ.એ કેટલીક બેંકોને તાજેતરમાં ઇમેઇલ દ્વારા સદર સરકયુલર સ્થગીત થયેલ હોય. સદરસરકયુલરની અમલવારી કરવા હવે પછી સુચના આપવામાં આવશે તેવી સુચના આર.બી.આઇ.એ બેંકોને આપ્યાનું આધારભુત વર્તુળમાંથી જાણવા મળેલ છે.

આ અંગે સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશનના સીઇઓ પુરૂષોતમભાઇ પીપરીયાને પુછતા તેઓએ જણાવેલ કે મદ્રાસ હાઇકોર્ટ અને નામ કેરળ હાઇકોર્ટએ સદર તા.૨૫/૬/૨૦૨૧ના સરકયુલર અને બીઆર એકટની કલમ ૧૦ અને ૧૦ એ થી ૧૦ ડી સુધીની કલમો ઉપર રોક લગાવેલ છે અને અમલવારી ન કરવા વચગાળાનો હુકમ કરેલ છે.

આની અસર વિષે પુછતા પુરૂષોતમ પીપરીયાએ જણાવેલ કે છેલ્લા ૬ માસ થયા સીઇઓની નિમણુંક અંગેનો પ્રશ્ન નીકાલ થયા વગર પડતર હતો.  તેના ઉકેલ માટેની રજુઆતો સભ્ય બેંકો વારંવાર કરી રહી હતી કારણ કે સભ્ય બેંકના રોજબરોજના વહીવટ ઉપર અને બેંકના વિકાસ અને પ્રગતી ઉપર વિપરીત અસર થઇ રહી હતી તેવા સંજોગોમાં આ પરીપત્ર આર.બી.આઇ.એ મોકુફ રાખેલ હોવાથી સહકારી બેંકોને ઘણી રાહત થશે. અને સીઇઓ/એમડીના પદ ઉપર નિમણુંક બેંકો પોતાની ભરતી નીતીના પરીપેક્ષમાં કરી શકશે.

પરંતુ તેનો અર્થ એવો  ન લેવો જોઇએ કે સદર પરીપત્રના સકારાત્મક પ્રાવધાનોને અવગણીને નીમણુંક મુનસુફીએ કરવામાં આવે તે નૈતિક ધોરણોની વિરૂધ્ધ કહેવાય.

 એમડી અને સીઇઓની નિમણુંક કરતી વખતે તેવુ ઠરાવવું જોઇએ કે વખતો વખત આર.બી.આઇ.ના માર્ગદર્શીક સુચના અનુસાર નિમણુંક માન્ય રહેશે અને આ બાબતે સીઇઓ/એમડી સાથે કરારમાં પ્રથાપીત થવી જોઇએ.

(3:16 pm IST)