Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

શહેર ભાજપ કિશાન મોરચાના હોદેદારોની વરણીઃ પ્રમુખપદે ભરતભાઇ શીંગાળા

રાજકોટ, તા.૨૭: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવ્યા મુજબ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજી અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ વિનોદભાઇ ચાવડા, રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરીભાઇ ઠકરાર અને પ્રદેશ ભાજપ કીશાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઇ પટેલ સાથે સંકલન અને વિચાર-વિમર્શ કરી રાજકોટ મહાનગર શહેર ભાજપ કીશાન મોરચાના હોદેદારોની વરણી જાહેર કરવામાં આવેલ છે.જે મુજબ પ્રમુખપદે ભરતભાઇ શીંગાળા અને ઉપપ્રમુખ પદે જગદીશભાઇ કણસાગરા, યોગરાજસિંહ જાડેજા, સુરેશભાઇ બોઘાણી, મહેશભાઇ સાકરીયાની વરણી થયેલ.

જયારે મહામંત્રી પદે રસીકભાઇ પટેલ અને યોગેશભાઇ ભુવા તથા મંત્રીપદે રાજનભાઇ સિધવ, વિઠ્ઠલભાઇ અભંગી, રસીકભાઇ સાવલીયા, દીનેશભાઇ લીંબાશીયા, અતુલભાઇ પોકર તેમજ કોષાધ્યક્ષ તરીકે રમેશભાઇ ઉઘાડ તેમજ કાર્યાલય મંત્રી તરીકે મહેશભાઇ પીપળીયાની વરણી થયેલ.

શહેર ભાજપ કીશાન મોરચાના આ નવનિયુકત હોદેદારોને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો.પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના પ્રભારી નિતીન ભારદ્વાજ, ભાવનગર શહેર સંગઠનના પ્રભારી કશ્યપ શુકલ, રાજકોટ જિલ્લા સંગઠનના પ્રભારી રક્ષાબેન બોળીયા, મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

(3:19 pm IST)