Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

વાહન વ્યવહાર વિભાગ રાજકોટ દ્વારા જુદા જુદા સ્થળે એપ્રેન્ટીસ ભરતી

રાજકોટ તા. ૨૭ : ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગની એપ્રેન્ટીસોની ભરતી માટે રાજકોટ વિભાગ હેઠળના રાજકોટ, સુરેન્દ્રનગર, લીંબડી, મોરબી, ગોંડલ, ચોટીલા, વાંકાનેર, જસદણ, ધાંગધ્રા ડેપો ખાતે ડીઝલ મીકેનીક, મોટર મીકેનીક, ઓટો ઇલે.ના ટ્રેડ માટે ધો.૧૦ પાસ તથા કોપા ટ્રેડ માટે ધો.૧૨ પાસ ઉમેદવારોની ફ્રેશર એપ્રેન્ટીસ તરીકેની તાલીમ માટે ભરતી કરવામાં આવનાર છે.જોડાવા ઇચ્છુકોએ તા. ૨૯ નવેમ્બરથી ૧૫ ડીસેમ્બર સુધીમાં મહેકમ શાખા, વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી આ માટેના અરજીપત્ર સવારે ૧૧ થી બપોરે ર દરમિયાન મેળવી લેવાના રહેશે. ભરેલ અરજી પત્રક તા. ૧૬ ડીસેમ્બરના બપોરે ર વાગ્યા સુધીમાં પરત કરવાના રહેશે. વધુ વિગત માટે વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રૂરૂ સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:22 pm IST)