Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

SBI ગ્રામીણ સ્‍વરોજગાર તાલીમ કેન્‍દ્ર પર શિવણના તાલીમ વર્ગો : ગ્રામીણ કક્ષાના બહેનો માટે રોજગારીના દ્વાર ખુલ્‍યા

રાજકોટ તા. ૨૮ : એસ.બી.આઇ. બેંક તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી રાજકોટ જિલ્લાના ગામડામાં વસતા ૧૮ થી ૪૫ વર્ષના ભાઇ બહેનોને રોજગારીની તક મળી રહે તે હેતુથી નિઃશુલ્‍ક ધોરણે વિશેષ તાલીમી કાર્યક્રમ ગોઠવવામાં આવે છે. તે અંતર્ગત હાલ રાજકોટમાં બહેનો માટેના શિવણ વર્ગો ૩૦ દિવસ માટેના ચાલુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે બી.પી.એલ., નરેગા જોબકાર્ડ, અંત્‍યોદય કાર્ડ, એસઇસીસી, સખી મંડળની કેટેગરીમાંથી બેરોજગાર યુવક-યુવતિઓને ફુલ ડે ૬૦ થી વધુ પ્રકારની તાલીમ સંસ્‍થા દ્વારા વિનામુલ્‍યે આપવામાં આવે છે.

હાલ સૌ.યુનિ. પ્રસીલ પાર્ક ગાર્ડી ગેઇટ પાસે એ.જી. સ્‍ટાફ કોલોની સામે એસ.બી.આઇ. ગ્રામીણ સ્‍વરોજગાર તાલીમ સંસ્‍થામાં ૩૦ દિવસની બહેનો માટેની શિવણ તાલીમ ચાલી રહી છે. દરરોજ સવારે ૧૦ થી ૬ સુધી તાલીમ અને રહવા જમાવાની ફ્રી સુવિધા પ્રોવાઇડ કરવામાં આવે છે. તમામ પ્રકારનું રો મટીરીયપ ણ બહેનોને આપવામાં આવે છે.

રાજકોટ જિલ્લાના વીંછીયા, ઉપલેટા, લોધીકા, રાજકોટ, પડધરી, જામકંડોરણા, કોટડા સાંગાણી, જસદણ તાલુકાના ગામડાના બહેનો જોડાયા છે અને ઉત્‍સાહભેર શિવણનું કામ શીખી રહ્યા છે. ટ્રેનરો દ્વારા ચણીયા ચોલી, ફ્રોક, યુનિફોર્મ સહીતના વષાોની ખાસ તાલીમ સંસ્‍થાના માસ્‍ટર ટ્રેનર (ડીએસટી) કિરીટભાઇ ચુડાસમા (જુનાગઢ) પુરી પાડી રહ્યા છે.

તાલીમ દરમિયાન એકાદ સ્‍થળની વિઝીટ કરાવી લાઇવ માર્ગદર્શન તેમજ તાલીમ પૂર્ણ થયે તમામ ભાગ લેનારને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવતી હોવાનું સંસ્‍થાના ડાયરેકટર વિજયસિંગ આર્ય (મો.૭૬૦૦૦ ૩૫૨૨૩) એ જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફેકલ્‍ટી ટ્રેનર કિરીટભાઇ ચુડાસમા તથા જીજ્ઞેશભાઇ ગોસ્‍વામી (મો.૯૯૭૮૯ ૧૧૦૦૮) તથા ગૌરવ કલોલા તેમજ બાજુમાં તાલીમ બહેનો સેજલ કટેશીયા, આરતી મકવાણા, નીરૂ ચૌહાણ, ગીતાબેન ચાવડા, નીતાબા જાડેજા, ખુશ્‍બુ રાઠોડ, મનિષા રાઠોડ, ધર્મિષ્‍ઠા નિમાવત, કાજલ ગમારા, અંજના ગમારા, માધવી ચાવડા, આરતી નાગડુકીયા, અનીતા મકવાણા, દક્ષાબેન શર્મા, સોનલબેન સોલંકી, મુકતાબેન વાઘેલા, માયાબેન વાઘેલા, રશીલાબેન વાઘેલા, ગૌરીબેન વાઘેલા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:27 pm IST)