Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વોર્ડ નં.૧૭ ના કોઠારિયા રોડ પરના વોકળામાં કચરા-ગંદકીનું સામ્રાજય

તાકિદે સફાઇ કરાવવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ.ન.પા તંત્રને રજુઆત

રાજકોટ તા. ર૮ : શહેરના કોઠારીયા ૮૦ ફુટ રોડ પરના વોકળાની કેનાલ ભૂગર્ભ ગટરની કેનાલ કંુડી માં કચરો દુર કરવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ.ન.પા.તંત્રને રજુઆત કરવામાં આવી છ.ે

આ અંગે સવજીભાઇએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતુ કે શહેરના વોર્ડ નં.૧૭માં આવેલ કોઠારીયા ૮૦ ફુટ મેઇન રોડ ઉપર આવેલ સુભાષ નગર સોસાયટીના સર્કલ પાસે આવેલ હરીભાઇ ધવા માર્ગ ઉપર નંદા હોલ સામેની વોકળા ભૂગર્ભ ગટરની કેનાલની અંદર ધુળ-માટી, ગાર, પથ્થર, કાદવ, કીચડ, કચરાની ગંદકીથી ભરાઇને ખદબદી રહેલ હોવાથી માખી-મચ્છરોનો ઉપદ્રવ વધી રહેલ હોવાથી તથા અતિશય દુર્ગંધ ફેલાય છે.

આસપાસના લોકો તથા આજુબાજુમાં આવેલ રેસીડન્ટ, કોમર્શિયલ, દુકાન ધરાવતા લોકો ત્રાહીમામ પોકારી ગયેલ હોવાથી સ્થળ તપાસ સર્વે કરાવીને તાત્કાલીક વોકળાની ભૂગર્ભ ગટરની કેનાલ કુંડી અંદરથી કચરાની ગંદકીની સફાઇ કરાવી કઢાવી ઉપડાવી અપાવવા માંગ કરી છે.(

(3:27 pm IST)