Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કોંગ્રેસ - મદદ માટે તૈયાર છે પરંતુ તંત્ર સાચી હકીકત જણાવે તે જરૂરી : આગેવાનોની મેડિકલ સુપ્રી.ને રજૂઆત

રાજકોટ : આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ રૂબરૂ મુલાકાત લઇ ત્યારબાદ સિવિલ કોવિડ હોસ્પિટલના મેડીકલ સુપ્રીટેન્ડન્ટ આર.એસ.ત્રિવેદીને મળી અને કોંગી આગેવાનોએ જણાવેલ કે, જો તંત્ર કોવિડની સાચી સ્થિતિ સરકારને જણાવી અને જાહેર કરે તો કોંગ્રેસના આગેવાનો - કાર્યકરો તંત્રને ડોકટરો, હોસ્પિટલ બેડ, ઓકસીજન, વેન્ટીલેટર સહિતની વ્યવસ્થામાં સહયોગ આપવા તૈયાર છે અને તંત્ર સાથે ખભેખભા મિલાવી કામ કરશે. તસ્વીરમાં મેડીકલ સુપ્રીટેન્ડન્ટ સાથે ચર્ચા કરી રહેલા શ્રી મોઢવાડિયા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, શહેર પ્રમુખ અશોક ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:19 pm IST)