Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

રાજકોટ માર્કેટ યાર્ડમાં ટમેટા લાવ લાવ : રેકોર્ડબ્રેક વેચાણઃ લીંબુના ભાવ આસમાને જતા લોકો ટમેટા તરફ વળ્યા

રાજકોટ,તા. ૨૮ : કોરોના કાળમાં વિટામીન-સીથી  ભરપૂર ટમેટાની ધૂમ ખરીદી થઇ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં ટમેટાની સૌથી વધુ આવક થઇ છે.

રાજકોટમાં લીંબુના ભાવ માર્કેટ યાર્ડમાં હોલસેલમાં રૂ. ૧૦૦ના કિલો અને શાક માર્કેટમાં રિટેલમાં રૂ. ૨૦૦ના કિલો એ પહોંચતા લોકો સસ્તા ભાવના ટમેટા ખરીદવા લાગ્યા છે.

ગામડાની સ્થાનિક આવકો ઉપરાંત અન્ય રાજ્યોની આવક પણ શરૂ થઇ છે. રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં ટમેટામાં ગઇ કાલે ૧,૫૭૭ કવીન્ટલની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ. ૧૫૦ થી ૨૮૦ રહ્યો હતો.

(3:24 pm IST)