Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

અમુલ સર્કલ ૮૦ ફુટ રોડ પરના ઇલેકટ્રીક ચાર્જીંગ સ્‍ટેશનમાં એક સાથે ૨૮ બસ ચાર્જ થશે

ચાર્જીંગ સ્‍ટેશન, ભગવતીપરામાં બનનાર મહિલા ગાર્ડન, સ્‍કુલ સહિતની કામગીરીની સમીક્ષા કરતા અમિત અરોરા

રાજકોટ તા. ૨૭ : શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્‍ટ સમયસર પૂર્ણ થાય તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે,ᅠઆજે મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ સાથે અમુલ સર્કલ પાસે બની રહેલ ઈ-બસ ચાર્જીંગ ડેપો,ᅠભગવતીપરા ખાતે બની રહેલ સ્‍કુલ અને વોર્ડ નં. ૪માં બની રહેલ મહિલા ગાર્ડન કામગીરી સમીક્ષા કરી હતી. અમુલ સર્કલ પાસે ચાર્જિંગ સ્‍ટેશન અને અધતન સુવિધા સાથે મહિલા ગાર્ડન અને ગરીબ વર્ગના બાળકો માટે ઉચ્‍ચ અને સારું શિક્ષણ મળી રહે તેવા આશય સાથે ભગવતીપરા સ્‍કુલ બનાવવામાં આવી રહી છે તેમ મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્‍યું હતું
ભગવતીપરા વિસ્‍તારમાં ગરીબ વર્ગના લોકોના બાળકો સારું અને ઉચ્‍ચ શિક્ષણ મેળવી શકે તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૨૩ કરોડના ખર્ચે ૨૬૧૦૦ ચો.મી. એરિયામાં અદ્યતન સુવિધાયુક્‍ત સ્‍કુલ બનાવવામાં આવી રહી છે જેમાં સ્‍પોર્ટ્‍સ સંકુલ, કેન્‍ટીન સહિતની સુવિધાઓ ઉપલબ્‍ધ રહેશે. હાલ કામગીરી ચાલી રહી છે અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા મ્‍યુનિ. કમિશનરે એજન્‍સીને સુચના આપી હતી.
અમુલ સર્કલ પાસે બનાવવામાં આવી રહેલ ઈ-બસ ચાર્જીંગ સ્‍ટેશન ખાતે એક સાથે ૨૮ બસ ચાર્જ કરી શકાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. હાલ કામગીરી પૂર્ણ થવાના આરે છે અને પરચુરણ કામગીરી પૂર્ણ થયે લોકાર્પણની તૈયારીઓ કરવામાં આવશે.
વોર્ડ નં. ૪માં ગાર્ડન હેતુના ૧૦૫૯૦ ચો.મી. એરિયાના પ્‍લોટમાં મહિલાઓ માટે ગાર્ડન બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. જેમાં થીમ બેઇઝ ગાર્ડન, મહિલા ગાર્ડન, બાળકો માટે ક્રિડાંગણ, ગઝેબો, ફીઝીકલ ફીટનેશ, વોકિંગ પાથ-વે, ફરકડી, સર્વિસ ગેઈટ વિગેરેની સુવિધા બનાવવામાં આવી રહી છે. આ કામે સિવિલ વર્ક અંદાજિત રૂ. ૬૫ લાખણો ખર્ચ થશે. આ ગાર્ડન બનવાથી આસપાસની ૧૨૦૦ થી ૧૪૦૦ મહિલાઓ તેનો લાભ લઇ શકશે.
વિઝિટ દરમ્‍યાન મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્‍યુનિ. કમિશનર આશિષ કુમાર, સિટી એન્‍જી.ઓ  પી.ડી.અઢીયા, કિશોર દેથરીયા,ᅠRRLનાં જનરલ મેનેજર અલ્‍પના મિત્રા, સહાયક કમિશનર જશ્‍મીન રાઠોડ, પી.એ.(ટેક.)ટુ કમિશનર રસિક રૈયાણી,ᅠRRLના ડેપ્‍યુટી જનરલ મેનેજર જયેશ કુકડિયા,ᅠDEE સીતાપરા હાજર રહ્યા હતા.

 

(4:11 pm IST)