Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

શિતળાધાર તરફના રોડેથી દિપક અને નરેન્‍દ્ર રમની ૬ બોટલો સાથે પકડાયા

આજીડેમના કોન્‍સ. કૃણાલસિંહ અને પ્રદિપસિંહની માહિતી પરથી જસાપર-રાજકોટના બે શખ્‍સની ધરપકડ

રાજકોટ તા. ૨૮: કોઠારીયા સોલવન્‍ટ શીનતળાધાર તરફ જતાં રસ્‍તા પર રોકડીયા પાર્ટી પ્‍લોટ પાછળના કાચા રસ્‍તેથી આજીડેમ પોલીસે બે શખ્‍સને રમની ૬ બોટલ સાથે પકડી લીધા હતાં.
પોલીસે મુળીના જસાપરાના દિપક ગોરધનભાઇ ઘુઘડીયા (ઉ.૨૫) અને શીતળાધાર ૨૫ વારીયા મહાદેવના મંદિર પાસે રહેતાં નરેન્‍દ્ર નરસીભાઇ ચાવડા (ઉ.૨૯)ને રિયલ્‍સ ટ્રીપલએક્‍સ રમની રૂા. ૧૮૦૦ની છ બોટલ સાથે કોન્‍સ. કૃણાલસિંહ ઝાલા અને પ્રદિપસિંહ ગોહિલની બાતમી પરથી પકડી લીધા હતાં. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી વી. એમ. રબારીની રાહબરીમાં પીઆઇ વી. જે. ચાવડાની સુચના મુજબ પીએસઆઇ જે. કે. ગઢવી, હેડકોન્‍સ. કોૈશેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. પ્રદિપસિંહ ગોહિલ, કૃણાલસિંહ, જયપાલભાઇ, જગદીશસિંહ, ભીખુભાઇએ આ કામગીરી કરી હતી.

 

(10:39 am IST)