Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

શાષાી મેદાનમાં તીનપતી રમતા ૩ ઝડપાયા

એ-ડીવીઝન પોલીસનો દરોડો : રૂા. રર હજાર રોકડ કબ્‍જે

 

રાજકોટ, તા. ર૮ :  ત્રિકોણબાગ પાસે શાષાી મેદાનમાં એ-ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ત્રણ શખસોને પકડી લીધા હતા. મળતી વિગત મુજબ શાષાી મેદાનમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની એ-ડીવીઝન પોલીસ મથકના કોન્‍સ. સાગરદાનભાઇ દાતી, કોન્‍સ. જયરાજભાઇ કોટીલા તથા જગદીશભાઇ વાંકાનેર બાતમી મળતા શાષાી મેદાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મોરબી વાધપરા શેરી નં. ર ના ભાવેશ નટવરલાલભાઇ શાહ, ગાંધીનગર સગદલપુરના હકો લક્ષ્મણભાઇ ચાવડીયા અને મધ્‍યપ્રદેશના બળગીયાત ગામના ગોપાલ મોહનભાઇ કોછલેને પકડી લઇ રૂા. રર,પ૬૦ ની રોકડ કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી. ભાવેશ મજુરીકામ કરે છે. હકો અને ગોપાલ જામનગરમાં કુવા ગાળવાનું કામ કરતા હોવાનું જાણવા મળ્‍યું છે. આ કામગીરી પી.આઇ. સી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ટી.ડી. ચુડાસમા, એ.એસ. આઇ.બી.વી. ગોહીલ, એચ.આર.ચાનીયા, હેડ કોન્‍સ. કરણભાઇ વીરસોડીયા, કોન્‍સ. ભગીરથસિંહ ઝાલા, જગદીશભાઇ વાંકા, સાગરદાનભાઇ દાતી, કેતનભાઇ બોરીચા જયરાજભાઇ કોટીલા, અશ્વીનભાઇ પંપાણીયા અને હરવિજયસિંહ ગોહીલ દ્વારા કરવામાં આવી હતી.

(3:13 pm IST)