Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

દુષ્‍કર્મના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

 

 

રાજકોટ તા. ર૮: અત્રે દુષ્‍કર્મના ગુન્‍હાના આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ૬-પ-રરના રોજ ભોગ બનનાર ફરિયાદીએ પ્રધ્‍યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ આપેલ કે આરોપી ચેતનસિંહ નાથુજી નકુમ રહે. ગોકુલધામ સોસાયટી શેરી નં. પ વાળાએ દુકાનમાં નોકરીએ રાખી તે કુંવારો છે તેવું જણાવી ભોગ બનનાર સાથે લગ્ન કરશે તેવું જણાવી અનેક વાર દુષ્‍કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધાવેલ.

આ ફરિયાદના અનુસંધાને પોલીસે આરોપી ચેતનસિંહ નકુમની ધરપકડ કરી જેલ હવાલે કરેલ જેલમાંથી આરોપીએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્‍હો છે. આવા આરોપીને જામીન આપવા જોઇએ નહીં તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍જ જજ શ્રી જે. ડી. સુથારે જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

 

 

 

કોળી યુવાનના અકસ્‍માત મૃત્‍યુના કેસમાં  ૧૫ લાખ ૮૪ હજારનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ, તા.૨૮ : ચોટીલા તાલુકાના નવાગામના કોળી અપરણીત યુવાન રાહુલ ખોડાભાઇ નાગાણી ગત તા. ૨૧-૦૧-૨૦૧૯ ના રોજ પોતાનુ બાઈક ચલાવીને જઇ રહ્યો હતો ત્‍યારે જી.જે. - ૧૩ - એ.બી. - ૧૦૦૫ નંબરના ટ્રેકટરના ચાલકે રાહુલભાઇને હડફેટે લઇ રાહુલનુ ઘટના સ્‍થળેજ મોત નિપજવ્‍યું હતુ. જે કેસમાં કોર્ટે વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

રાહુલના મૃત્‍યુ બદલ વળતર મેળવવા રાહુલના માતા પિતાએ રાજકોટ કોર્ટના દ્વાર ખખડાવેલ અને રાજકોટમાં અકસ્‍માત કલેઇમ કેશ દાખલ કરેલ અને વીમા કંપની દ્વારા આ અકસ્‍માતમાં ગુજરનાર રાહુલને કારણે આ અકસ્‍માત થયેલ હતો, રાહુલભાઇ અકસ્‍માત વખતે ૨ થી ૩ હજાર કમાતા હતા એવા વાંધા કાઢવામાં આવેલ હતા પરંતુ ગુજરનારના વારસદારો દ્વારા જે વકીલ રોકવામાં આવેલ હતા તેની ધાર દલીલો, રજુઆત સામે વીમા કંપનીની દલીલ ટકી શકેલ નહી અને આ કેસમાં રાજકોટની ફાસ્‍ટટ્રેક કોર્ટમાં ચાલી જતા બે વર્ષ અને ૧૦ માસમાં પુરો ચાલી જતા રાજકોટના છઠ્ઠા એડીશ્‍નલ ડીસ્‍ટ્રીકટ પ્રશાંત જૈને વીમાબકંપની ધી ન્‍યુ ઇન્‍ડિયા ઇ.કયુ.એ ગુજરનાર રાહુલના માતાપીતાને રૂ.૧૫,૮૪,૦૦૦ એક માસમાં વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં મૃતકના માતાપિતા વતી ધારાશાષાી રવિન્‍દ્રભાઇ ડી. ગોહિલ, શ્‍યામ જે. ગોહિલ, મૃદુલા એસ. ગોહિલ, હિરેન જે. ગોહિલ તથા મદદમાં મદદનીશ દીનેશ ડી. ગોહિલ, દીવ્‍યેશ કણઝારીયા, ક્‍શિન મારૂ વગેરે રોકાયેલા હતા.

(3:15 pm IST)