Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

રૂા.૭ લાખના સોનાના દાગીનાની ચોરી કરવા અંગે પકડાયેલ આરોપીના જામીન મંજુર

 

 

રાજકોટ તા.ર૮ : આશરે ૭ લાખના સોનાની ચોરી કરનાર આરોપીની જામીન અરજી  સેસન્‍સ કોર્ટે મંજુર કરી હતી.

રાજકોટના શ્રીજીકૃપા બંગલોઝ સત્‍યસાંઇ હોસ્‍પિટલ પાસે રહેતા મીરાલીબેન ખુંટએ રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી.ની કલમ ૪પ૪, ૩૮૦, મુજબની ફરીયાદ નોંધાવીને જણાવેલ કે મીરાલીબેન ખુંટ તેમના બાળકો સાથે તેમના રહેણાંક મકાનની બાજુમાં આવેલ ગાર્ડનમાં ગયેલ ત્‍યારે સાંજના આશરે પ વાગ્‍યાની આસપાસ દરમિયાન કોઇ અજાણ્‍યા ઇસમ ઘરમાં પ્રવેશ કરી ઉપરના માળે ખુલ્લા કબાટમાં રાખેલા સોનાના દાગીનાનું પાઉચ કે જેમાં આશરે ૧પપ ગ્રામ સોનુ જેની કિંમત આશરે કુલ ૬,૯૭,પ૦૦ થાય જેવી છે. તેમા સોનાનો હાર, સોનાના પાટલા, બંગડી, અને બુટીના સોનાના ઘરેણા એક પાઉચમાં રાખેલ હતા તે પાઉચ અજાણ્‍યા વ્‍યકિતએ ચોરી કરી લઇ ગયેલ હોય તે બાબતે રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી.ની કલમ ૪પ૪, ૩૮૦ મુજબ ગુનો નોંધાવેલ હોય. તે ગુનાના કામે તાલુકા પોલીસ સ્‍ટશેનના પી.એસ.આઇ. શ્રી પુરોહિતએ બીપીનભાઇ કાંતિલાલ રાચ્‍છ રહે. રાજકોટ વાળાની અટકાયત કરેલ અને કોર્ટમાં રજુ રાખતા કોર્ટએ આરોપી બીપીનભાઇને જેલ હવાલે કરેલ હતો.

ત્‍યારબાદ આરોપીએ પોતાના એડવોકેટ સંજય એચ. પંડયા મારફત ડીસ્‍ટ્રી. એન્‍ડ સેસન્‍સ કોર્ટમાં રેગ્‍યુલર જામીન અરજી ગુજારતા ડીસ્‍ટ્રી.કોર્ટએ આરોપીને શરતોને આધિન જામીન મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી વતી રાજકોટના એડવોકેટ શ્રી સંજયભાઇ એચ.પંડયા, મનીષભાઇ એચ.પંડયા, રવિભાઇ ધ્રુવ, ઇરશાદ શેરસીયા, જયદેવસિંહ ચૌહાણ તથા વનરાજસિંહ જાડેજા રોકાયા હતા.

(3:17 pm IST)