Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

આજી નદીમાં કચરો ફેંકનાર સામે મનપા તંત્ર લાલઘુમ : એક વાહન જપ્‍ત : દંડ

એક ટ્રેકટર RTOમાં જમા કરાવ્‍યુ : છકડો રીક્ષા ચાલકને ૩ હજારનો દંડ ફટકારાયો

રાજકોટ તા. ૨૮ : શહેરની વચ્‍ચેથી પસાર થતી આજી નદીમાં કેટલાક વાહનચાલકો દ્વારા બાંધકામ કાટમાળ અને અન્‍ય કચરો ઠાલવવાની પ્રવૃત્તિ થતી હોવાનું ધ્‍યાને આવતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાની સૂચના અનુસાર સુરક્ષા વિભાગના ડીવાય.એસ.પી. આર.બી.ઝાલા અને પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વિભાગ અને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્વારા આવા વાહનચાલકો સામે આકરા પગલાં લેવામાં આવેલ છે.
તાજેતરમાં આજી નદીમાં કચરો ઠાલવવા આવેલ એક ટ્રેક્‍ટર વાહન નંબર-જી.જે.૨૩ ડી ૨૧૯૫ અને લારી નંબર-જીજે૧૧ ડબલ્‍યુ ૫૫૨૭ ને ઝડપી પાડવામાં આવેલ અને ત્‍યારબાદ આ વાહન આર.ટી.ઓ.માં જમા કરાવવામાં આવેલ.
આ ઉપરાંત એક છકડો પણ આજી નદીમાં સી. એન્‍ડ ડી. કચરો ઠાલવતા ઝડપાઈ જતા તેના ચાલક પાસેથી રૂ.૩,૦૦૦નો સફાઈ અંગેનો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવેલ હતો.

 

(3:38 pm IST)