Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

એચ.પી. મ્‍યુઝીક દ્વારા કાલે સંગીત સંધ્‍યા સાથે મ્‍યુઝીક થેરાપીનો પ્રયોગ

રાજકોટ : કોટક સાયન્‍સ ઇન્‍સ્‍ટીટયુટના બાયોલોજી વિભાગના નિવૃત્ત અધ્‍યાપક એચ. પી. પટેલે ૭૬ વર્ષની ઢળતી ઉંમરે સ્‍વર સાધના શરૂ કરી છે. એચ.પી. મ્‍યુઝીકલ સ્‍ટુડીયોના માધ્‍યમથી સંગીત પ્રેમી સીનીયર સીટીઝનો માટે મ્‍યુઝીક થેરેપી કહી શકાય તેવા અર્થપૂર્ણ અને આરોગ્‍યપ્રદ ચુનંદા ગીતોનો કાર્યક્રમ કાલે તા. ૨૯ ના રવિવારે સાંજે ૫.૪૫ થી ૯ સુધી ઇવનીંગ પોસ્‍ટ સીનીયર સીટીજન્‍સ પાર્ક, ચૌધરી હાઇસ્‍કુલ પાસે સંગીત સંધ્‍યાનું આયોજન કરાયુ છે. જેમાં એચ. પી. પટેલ પોતે તેમજ ધીરૂભાઇ કનેરીયા, ડો. અનીલ ત્રાંબડીયા, ડો. ડી. પી. ધોળકીયા, દિલીપસિંહ ડોડીયા, દિપક વસાણી, મહેશ કોટેચા, હેમાંશુ કકૈયા, ફાલ્‍ગુની પટેલ, જહાન્‍વી દાવડા, શ્રીમતી વંદનાબેન તેમજ શ્રીમતી જાગૃતિ દુબલ કર્ણપ્રિય ગીતો રજુ કરશે. આ કાર્યક્રમની વિશેષતા એ હશે કે એન્‍કરીંગ વગર વધુને વધુ ગીતો પીરસવા પ્રયાસ કરાશે. સંગીત પ્રેમીઓએ લાભ લેવા એચ.પી. પટેલ (મો.૯૪૦૯૫ ૭૧૮૨૯) ની યાદીમાં જણાવાયુ છે.

(3:46 pm IST)