Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ફાયનાન્‍સ પેઢીમાથી લોન લઇને આપેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

 

રાજકોટઃ તા.૨૮: રાજકોટ શહેરમાં આનંદનગર મેઇન રોડ, નિલકંઠ ટોકીઝ સામે, જલારામ સેવા સતા મંડળની બાજુમાં રહેતા કુશ રઘુવીરભાઇ ક્કકડે માધવ ફાઇનાન્‍સમાંથી લીધેલ રકમ રૂા.૫,૦૦,૦૦૦/-ની લોન ચુકવવા ઇસ્‍યુ કરી જ્‍યુડી.મેજી.(એન.એમ.વસવેલીયા) આરોપીને એક વર્ષની સજા તથા બે માસમાં વળતર ચુકવવા અને વળતરથી રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, ગાયત્રીનગર મેઇન રોડ પર માધવ ફાઇનાન્‍સના નામે ધંધો કરતા સંજય હંસરાજભાઇ ગોહીલ પાસેથી મવડી પ્‍લોટમાં આવેલ જલારામ સોસાયટીના રહીશ કુશ રઘુવીરભાઇ કકકડે  પોતાના  ધંધામાં નાણાની અંગત જરૂરીયાત ઉપસ્‍થિત થતા ફાઇનાન્‍સમાંથી લીધેલ લોનની રકમ રૂા.૫,૦૦,૦૦૦/- પરત કરવા ચેક ઇસ્‍યુ કરી આપી ચેક પાસ થઇ જવા આપેલ વચન, વિશ્વાસ અને ખાત્રી મુજબ ન વર્તી ચેક રીટર્ન થતા આરોપી વિરૂધ્‍ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ જે કામે આરોપીએ ફરીયાદીને રૂા. ૧,૫૦,૦૦૦/- ચુકવ્‍યા બાદ રકમ રૂા.૩,૫૦,૦૦૦/- ચુકવવામાં કસુર કરતા કેસ ચલાવવામાં  આવેલ.

કોર્ટ રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્‍તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્‍યાને લેતા ફરીયાદપક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્‍તાવેજી પુરાવાને સંપૂર્ણ પણે સમર્થન મળે છે. ફરીયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચુકવણી પેટે આપેલ હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલ છે. તેમજ ચેક રીટર્ન થયા બાદ નોટીસ આપ્‍યા બાદ કે કેસ દાખલ થયા બાદ વિવાદી ચેકની રકમમાંથી આરોપીએ ફરીયાદીને રકમ રૂા.૧,૫૦,૦૦૦/- ચુકવી રકમ રૂા.  ,૫૦,૦૦૦/- ન ચુકવી કસુર કરેલનું પુરવાર થાય છે. ફરીયાદીએ એન.આઇ.એકટના તમામ આવશ્‍યક તત્‍વો પુરવાર કરેલ છે, તેમજ ચેક આપેલ નહી હોવાનું કે ચેકમાં પ ફરીયાદીએ ોતાની સહી નહી હોવાનો આરોપીનો બચાવ નથી, ફરીયાદ પક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્‍મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલ નથી ત્‍યારે ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને તકસીરવાન ઠેરવી આરોપી કપીલ વાજાને એક વર્ષની સજા ઉપરાંત રકમ રૂા.૩,૫૦,૦૦૦/- બે માસમાં ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને તેમા કસુર કર્યે વધુ એક વર્ષની સજા ફરમાવતો સમાચીન્‍હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ હતો.

ઉપરાંત કામમાં ફરીયાદી સંજય ગોહિલ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી , મંતન વીરડીયા રોકાયેલ હતા.

(3:49 pm IST)