Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અંબિકા ટાઉનશીપ વિસ્‍તારમાં પીપીપી ધોરણે પ્રથમ વખત બનશે બગીચો

કાલે સ્‍ટેન્‍ડીંગ : ૫૨ દરખાસ્‍તો : ગાર્ડન ડેવલોપમેન્ટ તથા જાળવણી કરનાર ખાનગી ઍજન્સી પ્રથમ વર્ષના તંત્રને ૧.૮૦ લાખ ચુકવશે : તંત્રને પબ્લીક ટોયલેટમાંથી પ્રતિ માસ ઍક યુનિટની ૨૬ હજારની આવક : કોન્ટ્રાકટ માટે દરખાસ્ત

રાજકોટ તા. ર૭ :.. મ્‍યુનિ. કોર્પોરેશનની આવતીકાલે મળનારી સ્‍ટેન્‍ડીંગ કમિટી બેઠકમાં અંબીકા ટાઉનશીપ વિસ્‍તારમાં પ્રથમ વખત પીપીપી ધોરણે ગાર્ડન ડેવલપ કરવા, શહેરમાં પાંચ જગ્‍યાએ પબ્‍લીક ટોયલેટના ૧૦ વર્ષ સુધી ઓપરેશન તથા મેઇન્‍ટેનસ્‍સની કામગીરી આપવા તથા હોલ માર્કીંગ યુનિટો માટે સાઇટોના પોલીસી બનાવવા વેલનાથપરા ર૪ મી. ટી. પી. રોડ પર બ્રીજ બનાવવા સહિતની બાવન દરખાસ્‍તો  અંગે નિર્ણય કરાશે.

મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીંટીગ આવતીકાલે તા. ર૮ ના ૧ર વાગ્‍યે મનપાની સેન્‍ટ્રલ ઝોન કચેરીના પ્રથમ મામલે આપેલ સ્‍ટેન્‍ડીંગ કમિટી કોન્‍ફરન્‍સ રૂમમાં મળશે. આ મિટીંગમાં શહેરના વિવિધ વિકાસ કામોની બાવન દરખાસ્‍તોનો નિર્ણય કરાશે.

આ દરસ્‍ખાતોની વિસ્‍તૃત માહિતી સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કર પટેલ દ્વારા આપવામાં આવી હતી.

દર મહિને પ્રતિ ટોયલેટના

૨૬,૫૭૫ની રોયલ્‍ટી ચૂકવાશે

મનપાની સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા શહેરના રેસકોર્ષ, જયુબેલી, ગ્રીનલેન્‍ડ ચોકડી તથા પંચાયતનગર સહિતના પાંચ સ્‍થળોએ પબ્‍લીક ટોયલેટના ૧૦ વર્ષ સુધીના ઓપરેશન તથા મેન્‍ટેનશની કામગીરી એડવોટાઇઝીંગના રાઇટ સાથે આપવામાં આવશે. આ કામ માટે ભાવો મંગાવતા બે એજન્‍સીએ રસ દાખવ્‍યો હતો. જેમાં દર મહિને પ્રતિ ટોયલેટના અભિક એડવોટાઇઝીંગ પ્રા. લિમીટેડે ૯ હજાર તથા મુસ્‍કાન ફાઉન્‍ડેશને રૂા. ૨૬,૫૭૫ ભાવ આપ્‍યો છે. આમ કોર્પોરેશનને દર મહિને પાંચ ટોયલેટના ૧.૩૨ લાખની રોયલ્‍ટી મળશે.

મવડીમાં પ્રથમ વખત

પીપીપી ધોરણે બગીચો બનશે

શહેરના વોર્ડ નં. ૧૧માં અંબિકા ટાઉનશીપ વિસ્‍તારમાં સાનિધ્‍ય હાઇટસ સામે પીપીપી ધોરણે ૩૧૦૦ ચો.મી.ના પ્‍લોટમાં ગાર્ડન ડેવલોપમેન્‍ટ તથા જાળવણી કરાવવાના કામમાં ભાવો મગાવતા જેમાં ત્રણ એજન્‍સીઓએ રસ દાખવ્‍યો હતો. જેમાં સૌથી વધુ ઓરબીટ બેરીંગ ઇન્‍ડીયા પ્રા.લી.એ એક વર્ષના ૧.૮૦ લાખ તથા ત્‍યારબાદ બાકીના ચાર વર્ષ માટે આ મુજબની રકમ મહાનગરપાલિકામાં જમા કરાવશે. પ્રથમ વખત કોઇ ખાનગી એજન્‍સી બગીચો ડેવલોપ કરશે અને કોર્પોરેશનને પૈસા ચુકવવામાં આવશે.

વોર્ડ નં. ૪માં બ્રીજ બનાવાશે

શહેરના વોર્ડ નં. ૪માં વેલનાથપરા ૨૪ મી. ટીપી રોડ પર ૩.૯૫ કરોડના ખર્ચે બ્રીજ બનાવવામાં આવશે. આ કામ માટે બે એજન્‍સીઓએ રસ દાખવ્‍યો હતો. જેમાં પવન કન્‍સ્‍ટ્રકશન કાું. ૧૮.૮૧ ટકા વધુ તથા સરદાર કન્‍સ્‍ટ્રકશન કાું. ૨૯.૯૧ ટકા વધુ ભાવો આપ્‍યા હતા. આ ઉપરાંત આવતીકાલે મળનાર સ્‍ટેન્‍ડીંગ કમિટિ મીટીંગમાં વોર્ડ નં. ૪માં મોરબી રોડ જકાતનાકા પાસે નવુ આરોગ્‍ય કેન્‍દ્ર બનાવવા, વોર્ડ નં. ૧૮માં વેલનાથ જડેશ્વર વિસ્‍તારમાં ૩૦૦ મીમી ડીઆઇ પાઇપલાઇન નાખવા, વોર્ડ નં. ૫માં ડેવલોપ થયેલ વિસ્‍તારમાં ડ્રેનેજ લાઇન નાખવા, વોર્ડ નં. ૧માં લાઇટ હાઉસ પ્રોજેકટ સુધી ડીઆઇ પાઇપલાઇન નેટવર્કનું કામ, મનપા સંચાલીત પુસ્‍તકાલયોમાં પુસ્‍તકો - ટોયઝ - પઝલ - ગેમ્‍સ ખરીદવા માટે દ્વિવાર્ષિક કોન્‍ટ્રાકટ આપવા તથા વોર્ડ નં. ૧૫માં ૮૦ ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે આવેલ મોહનભાઇ સરવૈયા કોમ્‍યુનિટી હોલમાં રીપેરીંગ કરવા સહિતની ૫૨ દરખાસ્‍તો અંગે નિર્ણય કરાશે.

(3:47 pm IST)