Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ખોરાણામાં ભુલથી ઝેરી દવા પી ગયેલા શોભનાબેન ફીચડીયાનું મોત

રાજકોટ તા. ૨૮: કુવાડવા તાબેના ખોરાણા ગામે રહેતાં શોભનાબેન જગદીશભાઇ ફીચડીયા (ઉ.૩૫) નામના મહિલાએ ગત ૨૫મીએ કપાસમાં છાંટવાની દવા પી લેતાં રાજકોટ સારવાર માટે ખસેડાયા હતાં. અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. કુવાડવા પોલીસ મથકના હેડકોન્‍સ. અક્ષયભાઇ ડાંગર અને કરમશીભાઇએ  પ્રાથમિક  કાર્યવાહી કરી હતી. મૃતકના લગ્ન પંદર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ શોભનાબેનને ચામડીના રોગની દવા ચાલુ હતી. તેને બદલે ભુલથી ઝેરી દવા પી ગયા હતાં.

(10:41 am IST)