Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ભાજપ દ્વારા રાણીંગાવાડીમાં કાલે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક

રાજકોટ તા. ર૮ :.. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપની યોજનાનુસાર આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતભરની ૧૮ર વિધાનસભામાં પ્રભારીઓની નિમણુંક કરેલ છે, ત્યારે દરેક વિધાનસભામાં બુથ, શકિત કેન્દ્ર, વોટસએપ ગ્રુપ તેમજ પ્રાથમિક સદસ્યતા અભિયનને વેગ મળે તેવી બાબતોને ધ્યાનમાં રાખી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ ઝોનવાઇઝ બેઠકનો પ્રારંભ કરાયો છે.

આવતીકાલે બપોરે ૧ર-૩૦ કલાકે શહેરની રાણીગા વાડી ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાશે. આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભાના પ્રભારીઓ, પ્રમુખો, વિસ્તારકો તેમજ સંગઠનાના પ્રભારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી તથા વિનોદભાઇ ચાવડા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

(4:27 pm IST)